Monday, February 16News That Matters

Author: Admin Admin

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાયો અભ્યાસલક્ષી સેમિનાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા હેતુસર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં. જેમણે આ સોનેરી તકનો લાભ લીધો હતો. આ તકે NIOSના રિજનલ ડિરેક્ટર ડૉ.સૌમ્યા રાજને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને ફરી જાગૃત કરે અને ફરી એકવાર સોનેરી તક ઝડપવાની કોશિશ કરે. આપણે તમામે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો છ...

કોડીનાર ખાતે ૮ ફેબ્રુઆરીના રોજ હાઈટ હંટ સિલેક્શનનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૮ ફેબ્રુઆરીના રોજ શ્રી સોમનાથ એકેડમી બાયપાસ ખાતે અસાધારણ ઉંચાઈ ધરાવતા હાઈટના આધારે અંડર–૧૪ એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનોનું હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ હાઈટ હન્ટમાં ભાઈઓની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૬૦+, ૧૬૮+, ૧૭૩+, ૧૭૯+ તેમજ બહેનોની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૫૫+, ૧૬૩+, ૧૬૬+, ૧૭ ૧+ હોવી આવશ્યક છે. હાઈટ હંટમાં રસ ધરાવનાર ભાઈઓ/બહેનોએ તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે પોતાનું ઓરીજીનલ આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે સોમનાથ એકેડેમી, બાયપાસ પાસે, કોડીનાર ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે. આ કસોટીની વધુ માહિતી માટે જશરાજ દાહીમા મો.૭૦૬૯૫ ...

આગામી જી૨૦ના આયોજનને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ રાણાએ સમગ્ર કચ્છમાં “નો-ડ્રોન ઝોન”નું જાહેરનામું બહાર પાડ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે આગામી તા. ૦૭/૦૨/૨૦૨૩ થી તા. ૧૦/૦૨/૨૦૨૩ સુધી જી૨૦ સમીટનું આયોજન થનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઈનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શક્યતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં મુકાય તે શક્યતા નકારી શકાય નહીં. કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમા...

શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ માતાજીના દર્શન કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અંબાજી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. મંત્રીએ સાંજની આરતીમાં ભાગ લઇ માતાજીની પૂજા કર્યા બાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટ્ટજી મહારાજના આશિર્વાદ લીધા હતા. માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, આજે મા અંબા મા દર્શન કરવા આવ્યો છું. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ વિદેશમાં આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ખાતે કરાવ્યું હતું. આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાના હોઇ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ક...

ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું પંડિત દીનદયાળ આરોગ્ય ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના ૧૩૭ દિવ્યાંગોને અગાઉથી એલીમ્કો દ્વારા કેમ્પ કરીને તપાસ કર્યા બાદ તેમની જરૂરિયાત મુજબ ૨૪,૮૧,૮૨૨ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે હોંસલો બુલંદ હોય તો હિમાલય સર કરવામાં પણ કોઇ અવરોધ આવતો નથી ત્યારે દિવ્યાંગો માટે મદદરૂપ થવા માટે સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે આ ઉપરાંત સરકાર દ્વારા દિવ્યાંગો માટે રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન એવા સ્થળોએ તેમને અગવડતા પડે નહિ એવી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હ...

દિવ્યાંગ ચંદ્રિકાબેન અગ્રાવત બેટરી સંચાલિત મોટરસાયકલથી બનશે સ્વ નિર્ભર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જન્મથી જ પોલિયોના લીધે પોતાના બંને પગ પર ક્યારેય ઊભા નહીં થઈ શકેલા ચંદ્રિકાબેન અગ્રાવતે જણાવ્યું હતું કે બેટરી સંચાલિત મોટરસાયકલ થકી તેવો સ્વનિર્ભર બનશે તેમને બીજા પર આધાર રાખવો નહીં પડે. ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ઉપક્રમે દિવ્યાંગો માટે નિ: શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનું પંડિત દિનદયાળ આરોગ્યધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૭ દિવ્યાંગોને ૨૪.૮૧ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી ચંદ્રિકાબેન કરસનભાઈ અગ્રાવતે જણાવ્યું હતું કે તેઓ જન્મથી દિવ્યાંગ છે તેમને બેટરી સંચાલિત મોટર સાયકલ મળવાથી નાના-મોટા કામ જાતે કરી શકશે આ ઉપરાંત કોઈ સ્થળે આવવા જવા માટે તેમને બીજા પર નિર્ભર રહેવું નહીં પડે. આથી તેમણે આવા કાર્યક્રમ બદલ સરકાર ...

અકસ્માતમાં દિવ્યાંગ થયેલ મિતુલભાઈ ચૌહાણ બેટરી સંચાલિત મોટર સાયકલ થકી પગભર થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના રહેવાસી મિતુલભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે અકસ્માતમાં દિવ્યાંગ થયેલ તેઓ બેટરી સંચાલિત મોટર સાયકલ થકી ફરી પગભર થશે અને સામાન્ય વ્યક્તિની માફક જીવન જીવી શકશે. ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ઉપક્રમે દિવ્યાંગો માટે નિ: શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનું પંડિત દિનદયાળ આરોગ્યધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૭ દિવ્યાંગોને ૨૪.૮૧ લાખના 243 સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત ભાવનગરના લાભાર્થી મિતુલભાઈ ખુશાલભાઈ ચૌહાણે અકસ્માતમાં તેઓના બંને પગ ગુમાવી ચૂક્યા હતા જેથી તેઓને નોકરી છૂટી ગઈ હતી અને ઘરે બેસવાનો વારો આવ્યો હતો આમ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો સીએસઆર કાર્યક્રમ અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તેમને બેટરી સંચાલિત મોટરસાયકલનું વિત...

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૨ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ જેમાં ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ડેરી પ્રોડક્ટસ, વગેરે ના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-                        ફૂડ વિભાગ દ્વારા શહેરના માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્તારમાં આવેલ (૧)રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)યશસ્વી પ્રોવિજન સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)સીતારામ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ધાર્મી મેડીસીન્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)દ્રારકાધીશ ચાઇનીઝ  & પંજાબી -લાઇસન્સ મેળવવા ...

કરદાતાઓ ઘર-આંગણે મિલ્કત-વેરો /પાણી ચાર્જીસની રકમ ભરપાઇ કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોબાઇલ રીકવરી વાન સેવા શરૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓ ઘર-આંગણે મિલ્કત-વેરો /પાણી ચાર્જીસની રકમ ભરપાઇ કરી શકે તે માટે મોબાઇલ રીકવરી વાન ચાલુ કરવામાં આવેલ છે, કરદાતાઓ પોતાના વેરાની રકમ સ્થળ પર જ ચેકથી ભરપાઇ કરી શકશે અને રીસીપ્ટની કોપી તાત્કાલીક કરદાતા દ્વારા આપવામાં આવેલ વોટસઅપ મોબાઇલ નંબર પર PDF ફોરમેટમાં મોકલી આપવામાં આવે છે.        આજ રોજ માધાપર ગામ વિસ્તાર, વાવડી ઇન્ડ. વિસ્તાર તથા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં બપોરે ૦૧:૦૦ કલાક સુધીમાં કુલ-૧૯ કરદાતાઓએ રકમ રૂ. ૪.૯૭ લાખ વેરો ભરપાઇ કરી આ સુવિધાનો લાભ લીધેલ છે....

હાઇરાઇઝ બિલ્ડીંગનાં સ્થાનિક રહેવાસીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ: ૯૦ જેટલા રહેવાસીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૩/૦૨/૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ (૧) સત્યમ હિલ્સ એ + બી + સી, મટુકી રેસ્ટોરન્ટની સામે, વૃંદાવન સીટી રોડ, પુનિતનગર, રાજકોટ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુ, તેમજ (૨) આત્મીય કોલેજ, કાલાવડ રોડ ના વિદ્યાર્થીઓને કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે તાલીમ આપવામા આવેલ હતી. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટ ને વધુ વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ...