Tuesday, February 17News That Matters

Author: Admin Admin

ભાવનગર ની જાહેર જનતાને અનઅધિકૃત વ્યક્તિઓની લોભામણી વાતોમાં ન ફસાવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્રનું મહત્વપૂર્ણ આહવાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના ધ્યાને આવેલ છે કે, કચેરીમાં આવતા કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ઉદ્યોગ કેન્દ્રમાથી લોન મેળવવાની અરજીઓ મંજુર કરાવવાની લોભ લાલચ આપી આવી અરજીઓ કરવા અને અરજીઓ મંજુર કરાવવા માટે અનઅધિકૃત રકમની માંગણી અરજદારો પાસેથી કરવામાં આવે છે. સરકારના નિયમોનુસાર અરજદારો પાસેથી આવી અરજીઓ માટે કોઈ જ રકમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વસુલવામાં આવતી નથી તથા આવી અરજીઓ મેળવવા માટે કચેરીની બહારના કોઈપણ વ્યક્તિને અધિકૃત કરવામાં આવતા નથી. નિયમ અનુસારના સરકારી કામકાજ માટે નાણાંની માંગણી કરવી કે નાણાં આપવાની ઓફર કરવી બંને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો બને છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દરેક અરજદારોની અરજીઓ પરત્વે સરકારના વખતોવખતના નિયમો મુજબ કાર્યવાહી કરવામા આવે છે અને સરકારએ નિયત કરેલ ધારાધોરણ મુજબ અરજીઓ મંજુર કરવામાં આવે છે. આથી જાહેર જનતાને જણ...
ભાવનગરના શામપરા કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ ખાતે એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાયો

ભાવનગરના શામપરા કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ ખાતે એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા.૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવી હતી. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે. પુખ્ત વયના લોકોમાં ક્ષમતા બાલ્યાવસ્થામાં અને પ્રારંભિક બાળપણમાં તેની અસર સૌથી ગંભીર હોય છે. સગર્ભાવસ્થામાં આયર્નની ઉણપનો એનિમિયા પેરીનેટલ નુકશાન, અકાળે અને ઓછા જન્મ વજન તરફ દોરી શકે છે (LBW) બ...

અમેરિકા સ્થિત મુેકશભાઈ વસાણીના સપનાને સાકાર કરવા એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ત્રંબા ખાતે યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર કરવા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            મુકેશભાઈ વસાણીનો જન્મ કોટડાસાાંગાણી તાલુકાના નાના વડીયા ગામે થયેલ છે. મુકેશભાઈ એ સંઘર્ષ માંથી પસાર થઇ સફળતાના ઉચ્ચ શિખરો હાંસલ કરેલ છે. મુકેશભાઈ વસાણીની નાના વડીયાથી અમેરિકા સુધીની યાત્રામાં ઘણા ચઢાવ અને ઉતરાવ સાથે એઈમટ્રોન કાંપનીની સ્થાપના કરી. હાલ તેઓ એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. અને સી.ઈ.ઓ. તરીકેનું દાયિત્વ નિભાવી રહ્યા છે. તેઓ દ્વારા વર્ષ ૨૦૦૮ માં અમેરિકા અને ભારતમાં એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીની સ્થાપના કરવામાં આવી. સમયના સથવારે કંપનીએ અમેરિકા અને ભારતમાં નોંધનીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અનુભવના આધારે કંપની દ્વારા છેલ્લા ચાર વર્ષથી એઈમટ્રોન ફાઉન્ડેશનની શરૂઆત કરેલ છે. આ ફાઉન્ડેશન હાલ બેંગ્લોર અને વડોદરા જેવા શહેરોમાં યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર અને સક્ષમ કરવા માર્ગદર્શન અને તાલીમ આપી ‘સેતુ’ (કડી રૂપ) બની રહ્યા છે તેમજ બદલાતી ટેકનોલોજીની દુનિય...
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ના શબ્દશાળા કાર્યક્રમના બીજા દિવસે વહી જ્ઞાનની સરવાણી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ના શબ્દશાળા કાર્યક્રમના બીજા દિવસે વહી જ્ઞાનની સરવાણી

Uncategorized
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભારતીય ભાષા સમિતિ (શિક્ષણ મંત્રાલય) ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે શબ્દશાળા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસના વ્યાખ્યાનોને ચાર સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા હતાં. આ જ્ઞાનસભર માહિતીનો પ્રશિક્ષણાર્થીઓએ લાભ લીધો હતો. પ્રથમ સત્રના વ્યાખ્યાતા તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના પ્રોફેસર ગોપબંધુ મિશ્રાએ રાજનીતિ સંબંધિત આધુનિક શબ્દોની ચર્ચા કરી હતી. જેમાં એમણે અંગ્રેજીભાષા તથા સંસ્કૃત ભાષામાં નૂતન શબ્દ નિર્માણ કરી ભવિષ્યના આધુનિક શબ્દોનું નિર્માણ કઈ રીતે કરવું તે વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બીજા સત્રના વ્યાખ્યાતા તરીકે ડો. ઉમા મહેશ્વરએ ભારત દેશના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત વાનગીઓના સંસ્કૃત શબ્દોનો શબ્દકોશ રજૂ કર્યો અને चिपळुणकरमहा...

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ના શબ્દશાળા કાર્યક્રમના બીજા દિવસે વહી જ્ઞાનની સરવાણી

Gujarat
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભારતીય ભાષા સમિતિ (શિક્ષણ મંત્રાલય) ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે શબ્દશાળા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસના વ્યાખ્યાનોને ચાર સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા હતાં. આ જ્ઞાનસભર માહિતીનો પ્રશિક્ષણાર્થીઓએ લાભ લીધો હતો. પ્રથમ સત્રના વ્યાખ્યાતા તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના પ્રોફેસર ગોપબંધુ મિશ્રાએ રાજનીતિ સંબંધિત આધુનિક શબ્દોની ચર્ચા કરી હતી. જેમાં એમણે અંગ્રેજીભાષા તથા સંસ્કૃત ભાષામાં નૂતન શબ્દ નિર્માણ કરી ભવિષ્યના આધુનિક શબ્દોનું નિર્માણ કઈ રીતે કરવું તે વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બીજા સત્રના વ્યાખ્યાતા તરીકે ડો. ઉમા મહેશ્વરએ ભારત દેશના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત વાનગીઓના સંસ્કૃત શબ્દોનો શબ્દકોશ રજૂ કર્યો અને चिपळुणकरमहा...
GSRTC બસ પોર્ટ અને એન.એસ.એસ.પડધરીમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

GSRTC બસ પોર્ટ અને એન.એસ.એસ.પડધરીમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે બસ પોર્ટ બિલ્ડીંગમા ફરજ બજાવતા કર્મચારીઓને અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને જાગૃતી માટે તા.૦૮/૦૨/૨૦૨૩ શહેરની (૧) GSRTC ના એસ.ટી.બસ સ્ટેશન, ઢેબર રોડ, રા.મ્યુ.કો.ઓફીસ પાસે, રાજકોટ ફાયર સેફટી અંગે મોકડ્રીલ (૨) કવિ દાદ સરકારી વિનયન અને વાણિજય કોલેજ, પડધરી ખાતે એન.એસ.એસ. શીબીરમા તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે. ...
વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેતા જી-૨૦ દેશના પ્રતિનિધિઓ

વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેતા જી-૨૦ દેશના પ્રતિનિધિઓ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. વૈશ્વિક ધરોહર ધોળાવીરા પહોંચતા જ કચ્છી સંસ્કૃતિ મુજબ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા મ્યૂઝિયમ‌ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા ડેલિગેટ્સને આવકાર આપીને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. ઉષ્માભર્યા સ્વાગત બાદ ડેલિગેશનએ હડપ્પીય સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. કેવી રીતે ધોળાવીરા મહાનગરનો વિકાસ થયો અને નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ...

TWGની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જી-20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે આજે ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલા જી-20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે. વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, દેશ અને દુનિયાની જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે. આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સમૂહ ચિંતન અને મનનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નવી પ્રવાસન નીતિ ...

શિવરાત્રી મેળા ૨૦૨૩ યાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે

Gujarat
 હિન્દ ટીવી - ગુજરતી, જૂનાગઢ           લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રબિંદુ એવા શિવરાત્રી મેળાનો તારીખ 15 થી આરંભ થનાર છે શિવરાત્રી મેળામાં આવતા યાત્રી કોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત થશે. જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન – ૦૨૮૫- ૨૬૩૩૪૪૬,૨૬૩૩૪૪૭,૨૬૩૩૪૪૮. સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી – ૦૨૮૫ – ૨૯૬૦૧૧૬,૨૯૬૦૨૪૬. માહિતી કેન્દ્ર – ૦૨૮૫ – ૨૯૬૦૧૭૩,૨૯૬૦૧૭૪. પોલીસ ઈમરજન્સી નં. ૧૦૦લ ફોન – ૦૨૮૫ – ૨૬૩૦૬૦૩,૨૬૩૨૩૭૩,ફોરેસ્ટ કંટ્રોલ રૂમ – ૦૨૮૫- ૨૬૩૩૭૦૦, ફાયર ઈમરજન્સી નં. ૧૦૧ ફોન – ૦૨૮૫ – ૨૬૨૦૮૪૧, ૨૬૫૪૧૦૧, મો – ૯૬૨૪૭૫૩૩૩૩, એમબ્યુલન્સ ઈમરજન્સી નંબર – ૧૦૮, મો. નં. – ૯૯૦૯૨૧૯૧૦૮. જયારે ફાયર ફાઈટર સ્પોટ ભવનાથ ઝોનલ ઓફીસ,ભવનાથ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, પાર્કીંગ સ્થળ. ક્રેઈન સ્પોટ – અશોક શિલાલેખ સામે,ભવનાથ તળેટી, મજેવડી ગેઈટ પાસે રહેશે. ...

પીએમ કિસાન યોજનાના ૧૩મા હપ્તાનો લાભ લેવા આધારસિડિંગ તથા ઈ-કેવાસી ફરજિયાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૩ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહેશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોય તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે. જે લાભાર્થીઓને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધારસિડિંગ બાકી હોય તો જે-તે બેંકનો સંપર્ક કરી અથવા નજીકની પોસ્ટ શાખાની ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટસબેંકમાં આધાર સિડિંગ વાળું ખાતા ખોલાવી શકે છે અને સાથો સાથ ઇ-કે.વાય.સી. પણ કરાવી શકે છે. આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિતી માટે તાલુકા ક...