આહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ
હિન્દ ટીવી - ગુજરાતી, આહવા
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નારી સંમેલન-2023 યોજવામા આવ્યું હતું. મહિલાઓમા નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાની મહિલાઓએ દૂધ મંડળીઓથી શ્વેતક્રાંતિ તરફ પ્રયાણ કર્યા છે. સ્વ સહાય જૂથોના માધ્યમથી સખી મંડળો શરૂ કર્યા, તેમજ પગભર બનવા માટે FPO ની કામગીરી પણ શરૂ કરી છે. ડાંગ જિલ્લાની મહિલાઓ દરેક ક્ષેત્રમા આગળ વધે તે માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે વિજયભાઈ પટેલે અપીલ કરી હતી.
ગ્રામ્ય કક્ષાની બહેનોમા જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજન...
