Saturday, February 14News That Matters

આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન

હિન્દ ટીવી – ગુજરાતી, બીલીમોરા

       તા. 18- 02 -2023 તથા તા. 19-02-23 નાં રોજ આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, દેવસર મુકામે આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યુ હતું. ગણદેવી તાલુકા પંચાયત સભ્ય એવાં હર્ષિલભાઈ નાયક ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. જેમાં દરેક ખેલાડી ઓ ખુબ ખેલદિલી રાખી, સમાજ માં એક એકતા રાખી ને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. રવિવારે સાંજે ચેતન પ્લમ્બર ઈલેવન તથા તલોદ કિંગ ઈલેવન આમ બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાય હતી. જેમાં તલોદ કિંગ ઈલેવન 3 રને વિજય બની હતી.

અંતે વિજેતા ટીમનાં કેપ્ટન ભાવિન પટેલ ને દેવસર ગામ ના સરપંચ ચેતનાબેન બી. પટેલ ના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને રુનર્સઅપ ટીમ ને તલોદ ગામ ના સરપંચ ગુલાબભાઈ પટેલ તથા ઉપસરપંચ વિપુલભાઈ પટેલ ના હાસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. પોગ્રમ દરમિયાન સમાજ ના આગેવાનો મુકેશભાઈ પટેલ , ભાવિન પટેલ,ગુલાબભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, મનેશભાઈ પટેલ , સંજયભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, ડો. શશાંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રીમિયર લીગ નું તમામ સંચાલન આદિવાસી યુથ ક્રિકેટ કલબ નાં સભ્ય સાગરભાઈ, વિજયભાઈ, કેવલ, અમિતભાઈ દ્વારા કરવામા આવ્યું. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *