હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તે ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા “પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન” ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૫/૦૫/૨૦૨૬ સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાદીઠ ઘનજીવામૃત આયામનું જીવંત નિદર્શન થકી ખેડૂતોને સમજણ આપવામાં આવશે.
અભિયાન અંતર્ગત છોટાઉદેપુરતાલુકામાં હાલમાં “ઘનજીવામૃત” બનાવવાના આયામનું જીવંત નિદર્શન યોજવામાં આવી રહ્યું છે. ખેડૂતો પોતાની આંખે ઘનજીવામૃત બનાવવાની પ્રક્રિયા જોઈ શકે અને તેના ફાયદાઓ સમજી શકે તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટનો જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો સ્ટાફ, ખેતીવાડી વિભાગનો ટેકનિકલ સ્ટાફ દ્વારા ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી.
