હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર
Bરાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો 12મો દીક્ષાંત સમારોહ યોજાયો; રાજ્યપાલશ્રીના હસ્તે 92 ચંદ્રક સહિત 676 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરાઈ.
રાજ્યપાલએ યુવા સ્નાતકોને સંકલ્પ લેવા જણાવ્યું કે, તેઓ જ્યાં પણ જાય ત્યાં પશુધનની ઉન્નત નસ્લ તૈયાર કરવામાં ખેડૂતોને મદદરૂપ થાય.
રાજ્યના પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સંદેશ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરી.
દેશના ખ્યાતનામ પશુચિકિત્સક અને પદ્મશ્રી ડૉ. એન. પુન્નીયામૂર્તિએ આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પશુધનના વ્યવસ્થાપનમાં પરિવર્તન લાવવાની હિમાયત કરી.
આ અવસરે રાજ્યપાલશ્રીના હસ્તે કામધેનુ યુનિવર્સિટીના એન્યુઅલ રિપોર્ટ અને ડોક્યુમેન્ટરી, કોલેજ ઓફ ડેરી સાયન્સ-અમરેલીની ડોક્યુમેન્ટરી તથા બુક ઓન ગોટ ફાર્મિંગનું અનાવરણ કરાયું; સાથે જ તેઓની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા હેસ્ટર બાયોસાયન્સિસ લી., આણંદ એનિમલ હેલ્પલાઈન, ભારત વેદિકા તથા બનાસ ડેરી સાથે MoU કરાયા.
