હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર
ગુજરાતના ઉત્તર ઝોનના જિલ્લાઓએ મહેસૂલ ક્ષેત્રે ‘Best Practices’ અપનાવીને વહીવટને વધુ પારદર્શક અને લોકકેન્દ્રી બનાવ્યો છે. ચિંતન શિબિરમાં આ ઉત્કૃષ્ટ કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી.
🏆 ઉત્તર ઝોનની વિશેષ ઉપલબ્ધિઓ:
અરવલ્લી જિલ્લો: ‘સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ODK ડિજિટલ મોડ્યુલ દ્વારા ૧૦૦% સરકારી યોજનાઓનો વ્યાપ. ૨૨,૦૦૦થી વધુ વારસાઈ અરજીઓનો ઝડપી નિકાલ! 📂
વાવ-થરાદ: મલુપુર ખાતે અત્યાધુનિક ‘One Stop Solution’ જિલ્લા સેવા સદનની સ્થાપના. 🏢
સાબરકાંઠા: ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં મિયાવાકી વન દ્વારા ‘ગ્રીન ગવર્નન્સ’નું મોડેલ. 🌳
બનાસકાંઠા: ૩૩,૦૦૦થી વધુ સર્વે નંબરોમાં સુઓમોટો નોંધ દ્વારા રેકોર્ડ સુધારણાની કામગીરી પૂર્ણ. ✅
💡 ભવિષ્યના મહત્વના સુધારા:
AI આધારિત જંત્રી દરોમાં વાર્ષિક સુધારો. 🤖
IORA પોર્ટલમાં પ્રોપર્ટી કાર્ડનો સમાવેશ. 💻
મહેસૂલી કાયદાઓમાં સરળીકરણ અને વધુ સત્તાઓનું વિકેન્દ્રીકરણ.
“ડિજિટલ ગવર્નન્સથી ગૂડ ગવર્નન્સ તરફ: ઉત્તર ગુજરાતના જિલ્લાઓએ સ્થાપ્યો સેવાનો નવો માપદંડ.”
