Thursday, May 7News That Matters

શ્રીજીધામ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ – Day 1

હિન્દ ટીવી -, ગુજરાતી, અમદાવાદ 

    અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) માટે આયોજિત સમર કેમ્પનો શુભારંભ થયો. શહેરના 12 પોલીસ સ્ટેશન વિસ્તારની 12 શાળાઓમાંથી કુલ 186 કેડેટ્સે ભાગ લીધો.

કેમ્પના પ્રથમ દિવસે કેડેટ્સનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું.

મદદનીશ નોડલ અધિકારી SPC નાઓ દ્વારા સમગ્ર કેમ્પની વિઝિટ લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બાદ સુરક્ષા તેમજ શિસ્તસંબંધી જરૂરી સૂચનાઓ કેડેટ્સને આપવામાં આવી. કેમ્પના મુખ્ય ઉદ્દેશો અને આગામી દિવસોમાં યોજાનારી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર સમજાવટ આપવામાં આવી. જેમાં શારીરિક તાલીમ, કાયદાકીય જ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

પહેલાં દિવસે કેડેટ્સને કેમ્પસની વિગતવાર વિઝિટ કરાવવામાં આવી હતી જેથી તેઓ સ્થળ પરિચિત બની શકે. રૂમ ફાળવણીની પ્રક્રિયા સુચિત રીતે પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ તમામ કેડેટ્સને ભોજન સેવા આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *