હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર
ગાંધીનગરના અંબા ટાઉનશીપ ખાતે આયોજિત ચિંતન શિબિરમાં દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ આદિવાસી વિસ્તારોના મહેસૂલી પ્રશ્નો અંગે અસરકારક પ્રેઝન્ટેશન રજૂ કર્યું.
મુખ્ય અંશો:
✅ કલમ 73-A ની અમલવારીમાં સરળીકરણની જરૂરિયાત.
✅ આદિવાસી ખેડૂતોના આર્થિક વિકાસ માટે મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવી.
✅ વચેટિયાઓનો પ્રભાવ ઘટાડવા અને NA પ્રક્રિયામાં સુધારાના સૂચનો.
✅ બદલાતા સમય મુજબ દર 10 વર્ષે જમીન કાયદાઓનું રિવ્યુ કરવાની દરખાસ્ત.
વહીવટી ગૂંચવણો દૂર કરી આદિવાસી સમાજનો વિકાસ ઝડપી બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ!
