હિન્દ ટીવી – ગુજરાતી,
રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ‘ચિંતન શિબિર’માં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓએ વહીવટી પારદર્શિતા અને જનહિતલક્ષી કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનની મુખ્ય વિગતો:
🛡️ કડક કાયદો અને વ્યવસ્થા:
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ – ૧૫,૦૦૦ મેટ્રિક ટન કોલસો જપ્ત અને ૨૯૭૬ એકર જમીન મુક્ત.
દ્વારકા-જૂનાગઢ: મેગા ડિમોલિશન દ્વારા અબજોની સરકારી મિલકતો પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા.
લેન્ડ ગ્રેબિંગ: ₹૨૩૨૫ કરોડની કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી.
💻 ટેકનોલોજી અને નવાચાર:
જામનગર: GIS અને પી.એમ. ગતિશક્તિ પોર્ટલ દ્વારા જમીન ફાળવણીમાં લવાઈ ચોકસાઈ.
બોટાદ: “Connect @ Botad Podcast” દ્વારા વહીવટી તંત્ર સીધું જ જનતા સાથે જોડાયું.
રાજકોટ: ‘સ્વાગત ઓડિટ મિકેનિઝમ’ દ્વારા અરજદારો પાસેથી લેવામાં આવતું સીધું ફીડબેક.
🤝 જનહિત અને વિકાસ:
નિવાસ સ્થાન: ભાવનગર, પોરબંદર અને બોટાદમાં વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને રહેણાંક માટે મફત પ્લોટની ફાળવણી.
આરોગ્ય: ગીર સોમનાથમાં ૧૦૦% ‘નિક્ષય મિત્ર’ સાથે ટીબી મુક્ત અભિયાનની સફળતા.
રમત-ગમત: ૨૧૦ એકર જમીન રમતગમતના મેદાનો માટે ફાળવવામાં આવી.
વહીવટી પારદર્શિતા અને કડક અમલીકરણ એ જ સુશાસનનો મંત્ર!
