Wednesday, May 6News That Matters

આઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન

હિન્દ ટીવી -ગુજરાતી, જૂનાગઢ 

       આઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ડુંગરપુર સેજાના ઈવનગર આંગણવાડી કેન્દ્ર-૪ ખાતે ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક માતાઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના લાભાર્થી બહેનોએ સરકાર દ્વારા મળતા THR (ટેક હોમ રાશન) અને મિલેટ્સ (શ્રી અન્ન) નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રદર્શિત કરી હતી.

 

પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને મિલેટ (જાડા ધાન્ય) ના આરોગ્યપ્રદ ફાયદાઓ અને THR માંથી મળતા પોષણયુક્ત આહાર વિશે ઊંડાણપૂર્વક સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના CHO, FHW (ફીમેલ હેલ્થ વર્કર), સ્થાનિક પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માતાઓ અને બાળકોમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ સ્થાનિક આહાર અને મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *