Sunday, February 15News That Matters

વલસાડ ખાતે 108 ની સફળ કામગીરી ને બિરદાવી 

હિન્દ ટીવી-ગુજરાતી, વલસાડ

     વલસાડ પાસે ગામમાંથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે એક ૭૫ વર્ષના વૃદ્ધા એકલાં છે અને તેમની માનસીક સ્થિતિ સારી નથી. તેઓ અવાર નવાર ઘરેથી નિકળી જાય છે. તેથી તેમને મદદ કરવા અનુરોધ કરતા અભયમ ટીમ વલસાડે તેમના સાવકા દિકરાને અસરકારક વાતચીત કરી વૃદ્ધ માજીની કાળજી લેવા સંમત કર્યાં હતાં જેથી સોસાયટીના રહીશોએ અભયમની કામગીરી બિરદાવી હતી.

   માહિતી મુજબ પતિના મૃત્યુ બાદ વૃદ્ધા એકલાં રહેતાં હતાં અને પતિનું જે પેન્શન આવે તેમાંથી જીવન ગુજારતા હતાં. પરતું વધતી ઉંમરની સાથે વૃદ્ધાવસ્થામાં એકલતા લાગે છે અને ચિંતિત હતાં કે આગળ હું એકલી કેવી રીતે રહી શકીશ. બીમારીમાં મારી કોણ કાળજી રાખશે આવી ચિંતામાં તેઓએ માનસીક સંતુલન ગુમાવ્યું અને વારંવાર ઘરેથી નીકળી જતાં હતા. તેથી સોસાયટીના રહીશો તેમને સમજાવી પાછા ઘેર લાવતા પરતુ તેઓની માનસિક સ્થિતિ વધુ બગડતા અભયમને મદદ માટે જાણ કરી હતી.

     અભયમે સોસાયટીના રહીશોની મદ થી વૃદ્ધાના સાવકા દીકરાનો સંપર્ક કરી તેમનું અસરકારક કાઉન્સિલિંગ દ્વારા તેમને જણાવાયું હતું કે આવી અવસ્થામાં તમારે વૃદ્ધાની કાળજી લેવી જોઈએ. દીકરાને સંમત કરાવતા વૃદ્ધાને તેમનો સાવકો દીકરો પોતના ઘરે સાથે રહેવા લઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *