હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ દરમ્યાન તમામ અધિકારી/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આણંદની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને જાહેર આરોગ્ય, પોષણ સ્તર અને સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
“પોષણ સેતુ” પ્રોજેકટ અંતર્ગત આઈ.સી.ડી.એસ.ના લાભાર્થીઓ જેવા કે ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ વગેરેમાં કુપોષણને ઘટાડવા“ સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રૂપ દ્વારા લાભાર્થીઓ સાથે સઘન જોડાણ પ્રસ્થાપિત કરી “દર મંગળવારે આપશે મંગળ સમાચાર”ની થીમ પર ગ્રામજનો તથા લાભાર્થીઓ સાથે પોષણ તથા આરોગ્ય અને પોષણલક્ષી સંપરામર્શન કરવામાં આવશે.
“પોષણ સેતુ” પ્રોજેકટના લોકાર્પણ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીસુ દેવાહુતિ,ધારાસભ્ય સર્વે અમિતભાઈ ચાવડા, કમલેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઇ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઇ, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિના ચેરમેન નીતાબેન સોલંકી, પ્રોગ્રામ ઓફિસર સહીત જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
