Sunday, February 15News That Matters

ભાવનગરના રોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક

હિન્દ ટીવી- ગુજરાતી, ભાવનગર

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે,જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૨ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. ડિપ્લોમા(ઓટોમોબાઇલ), ૧૦ પાસ, ૧૨પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ એડવાઇઝર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ઓટો મિકેનિક, હેલ્પર, એજન્ટ વગેરે જગ્યાઓ ભરવાની છે.

ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૨ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી તેમ,રોજગાર અધિકારી (વ્ય.મા.), ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *