Tuesday, February 17News That Matters

ભારત દેશના માન.ગૃહમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અમીતભાઈ શાહ ના 60‘માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સોમનાથ

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને ભારતના ગૃહમંત્રી અમીતભાઈ શાહ ના 60‘ માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા-ચંડીપાઠ તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ. અમીતભાઈ ના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવેલ. આ પ્રસંગે સોમનાથ મહાદેવ પાસે અમિતભાઈ ના નિરામય અને દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરવામા આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *