Tuesday, September 8News That Matters

વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી નિમિત્તે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે વૃક્ષારોપણ

હિન્દ ટીવી – ગુજરાત, ગીર સોમનાથ

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના એન.એસ.એસ. વિભાગ તથા પર્યાવરણ સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ યુનિવર્સિટીના પરિસરમાં રહેલા તમામ વૃક્ષોનું જતન અને સિંચન કરનાર એવા યુનિવર્સિટીના ૦૩ માળી ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન તેમજ સંયોજન પર્યાવરણ સમિતિના સદસ્યઓ અને અધ્યક્ષ તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ.જયેશ મુંગરાએ કર્યું હતું.

આ તકે યુનિવર્સિટીના કુલપતિ  પ્રો.લલિતકુમાર પટેલકુલસચિવ ડૉ.દશરથ જાદવએચ.કે.કોમર્સ કોલેજ અમદાવાદના પ્રિન્સિપાલ ડૉ.આશિષ દવેગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ડિપાર્ટમેન્ટ ઓફિસર ડૉ.વૈશાલીબેન પઢિયાર તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓની ઉપસ્થિતી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *