Tuesday, February 17News That Matters

ગીર સોમનાથના ખેડુતોએ પીએમ કિસાન યોજનાનો ચૌદમો હપ્તો મેળવવા માટે આધાર સિડિંગ અને ઇ-કેવાસી ફરજીયાત

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

         પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૪ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોઈ તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે.

જેમા લાભાર્થીઓએ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધાર સિડિંગ બાકી હોય તો જે તે બેંકનો સંપર્ક કરી અથવા નજીકની પોસ્ટ શાખાની ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટસ બેંકમાં આધાર સિડિંગ વાળું ખાતા ખોલાવી શકે છે અને સાથો સાથ ઇ-કે.વા.સી. પણ કરાવી શકે છે. જે માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે સી.ડી.પી. ગ્રામ સેવકનો અથવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક (ખેતી)નો સંપર્ક કરવો તેમજ ઈ-કે.વાય.સી થયેલ હોય પરંતુ બેંક ખાતાનું આધાર સિડિંગ ન હોય તો તેવા લાભાર્થીઓએ તાત્કાલિક ધોરણે આધાર સિડિંગ કરાવી લેવુ જેથી આગામી હપ્તાનો લાભ મળી શકે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *