Monday, February 16News That Matters

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અમરનાથ યાત્રા મેડીકલ ફીટનેસ કેમ્પ તા. ૨૬ મે સુધી કાર્યરત રહેશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

વર્ષ ૨૦૨૩ મા અમરનાથ યાત્રા મા જવા માગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર આપવા માટે રુમ નં-૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવુ ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે સોમવાર થી શનીવાર ( જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૩.૦૦ કલાક થી ૫.૦૦ કલાક દરમ્યાન અલાયદી વ્યવસ્થા તા:-૦૧-૦૪-૨૦૨૩ થી કાર્યરત છે.

હાલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓની સંખ્યામા નોંધપાત્ર ધટાડો જોવા મળતા આ અલાયદી વ્યવસ્થા તા:-૨૬-૦૫-૨૦૨૩ સુધી કાર્યરત રહેશે, ત્યાર બાદ અમરનાથ યાત્રાએ જવા માંગતા બાકી રહેલ તમામ શ્રધ્ધાળુ યાત્રીઓએ તેમની ઓન લાઇન રજીસ્ટ્રેશન પ્રકીયા પુર્ણ કરી, ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન કરવાની રહેશે અને તબીબી તપાસ આર.એમ.ઓ ઓફીસ ખાતેથી સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન કરવામા આવશે તેમ તબીબી અધિક્ષક સર ટી હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *