Sunday, February 15News That Matters

તરસમીયા ખાતે ઇ-લોકાર્પણ થયેલ ૧૦૨૪ આવાસો આધુનિક અને સુવિધાસભર

હિન્દ ટીવી – ગુજરાતી,ભાવનગર

ભાવનગરમાં EWS આવાસોનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ આવાસો પૈકી ૮૩૨ EWS-૧ આવાસો તેમજ ૧૯૨ EWS-૨ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે જેમાં કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેટ, આંતરિક રસ્તાઓ તથા પાર્કિંગની સગવડ વગેરે ઉપલબ્ધ થશે. તરસમીયા ખાતે તૈયાર કરાયેલ આવાસો ગ્રાઉન્ડ ફ્લોર + ૩ માળના મકાનો બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત કોમન લાઇટિંગ માટે સૌરઉર્જા સહિતની અનેક સુવિધાઓ સાથેના આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *