Monday, February 16News That Matters

ભાવનગરના તરસમીયા ખાતે આવાસોના ઇ-લોકાર્પણ પૂર્વે તૈયારીઓની સમીક્ષા કરતાં જિલ્લા કલેકટર આર. કે. મહેતા

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી તા.૧૨/૦૫/૨૦૨૩ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર EWS આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે તે કાર્યક્રમમાં વીજાણુનું માધ્યમથી ભાવનગર તરસમિયા આવાસ યોજનાના સ્થળેથી જોડવાનું હોઈ તેની તૈયારીઓની જિલ્લા કલેકટર આર. કે. મહેતા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં EWS આવસોનો લોકાર્પણ સમારોહ તા. ૧૨/૫/૨૩ ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે શેત્રુંજય રેસિડેન્સી-૩, ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનની પાસે, તરસમીયા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ભાવનગરના લાભાર્થીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે જેથી આ અંગેની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે કલેકટર સાથે મ્યુનિસિપલ કમિશ્નર  ન. વી. ઉપાધ્યાય તથા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *