Sunday, February 15News That Matters

સિહોર તાલુકાના જૂના જાળિયા ગામે નવનિર્મિત આંગણવાડીમાં બાળકોના પ્રવેશનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

સરકારના સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકાના જુના જાળિયા ગામે નવનિર્મિત આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. સિહોર તાલુકાના પંચાયત વિસ્તરણ અધિકારી ચાંપરાજભાઈ ઉલ્વા, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી હેમાબેન દવેની મુખ્ય ઉપસ્થિતિ સાથે જૂના જાળિયા ગામે નંદઘર ખાતેના આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે બાળકોને પ્રવેશ અપાયો હતો. નિરીક્ષક રીટાબેન શુક્લ, અગ્રણીઓ જગુભા ગોહિલ, બાપાલાલ ગોહિલ, આંગણવાડીના મનીષાબા ગોહિલ તથા જાગૃતિબા ગોહિલ જોડાયા હતા. તાલુકાના અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ પ્રસંગે તલાટી મંત્રી ઉમેદસિંહ ગોહિલ દ્વારા ખુરશી તેમજ બાળકો માટે ભેટ સામગ્રી અર્પણ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *