હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો એપ્રિલ – ૨૦૨૩ નો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૪/૨૦૨૩ ના રોજ સવારનાં ૧૧ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), ભાવનગર ના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૨/૦૪/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રી ને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર – પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે તેમ મામલદારશ્રી, ઘોઘાની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત બ્યુરો ચીફ : ડો.હકીમ ઝવેરી ભાવનગર
