Tuesday, February 17News That Matters

સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”ની સિદ્ધિ: ઘોઘાની બાળકીના તૂટેલા તાળવાનું સફળ ઓપરેશન 

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ડોક્ટર પાસે આંગણવાડી ખાતે તપાસ કરાવી તો માલુમ પડ્યું કે બાળકીનું તાળવું તૂટેલું છે. આ સાંભળીને પરિવાર ચિંતાતૂર થઈ ગયો હતો અને ખરા સમયે દેવદૂત બનીને આવ્યો સરકાર દ્વારા અમલ મૂકાય્લો ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’, જેના થકી બાળકીનું ઓપરેશન એક પણ રૂપિયાના ખર્ચ વગર થયું જેના માટે અમે સરકાર ના આભારી છીએ, તેવું ઘોઘામાં રહેતા આસ્માના પિતા જણાવે છે.

ઘોઘા આકીબભાઈ શેખની મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” થકી મેડિકલ ઓફિસર ડો. શ્રીકેતાબા સરવૈયાને ખ્યાલ આવ્યો કે બાળકીને કલેફ્ટ પેલેટ (તૂટેલા તાળવા) ની ખામી છે અને તેમના પરિવારને આ અંગે સમજાવવામાં આવ્યા પરંતુ બાળકીને લોહીના ઓછા ટકા અને ઓછા વજનના કારણે ઓપરેશન કરવું મુશ્કેલ હતું ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે આગળની તપાસ બાદ યોગ્ય ટ્રીટમેન્ટ કરતાં લોહીના ટકા વધી જતાં પી. એન. આર. હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન સફળતાપૂર્વક થયું અને હાલ બાળકીની કોઈ પણ પ્રકારની શારીરિક ખામી નથી. આમ, આસ્માના અને તેના પરિવારને વ્હારે આવ્યો સરકારનો બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેના થકી મોંઘું ઓપરેશન સરળતાથી નિ:શુલ્ક થયું.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમએ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકારશ્રી દ્વારા ચલાવામાં આવતી અને રાજ્ય સરકાર દ્વારા અમલીકરણમાં આવતી ઉત્કૃષ્ટ યોજના છે. જે અંતર્ગત જન્મથી ૧૮ વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોની કેન્સર, હ્રદય, કિડની પ્રત્યા રોપણ સહિતના ગંભીર રોગોની નિ:શૂલ્ક સારવાર કરવામાં આવે છે. શાળા આરોગ્યત કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ટીમ દ્વારા બાળકોના આરોગ્ય્ તપાસ અને સારવાર કરવામાં આવે છે અને ગંભીર બિમારી જણાય તો સી.એચ.સી./હોસ્પિસટલમાં વધુ સારવાર આપવામાં આવે છે.

“રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અન્વયે જન્મથી જ ગંભીર બિમારીઓથી પીડિત બાળકોને ઈલાજ ઉપલબ્ધ થવાથી તેમના મજબૂત ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે. તમામ બાળકોને પોતાની પૂર્ણ ક્ષમતાથી આગળ વધવાનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની આવી અનેક યોજનાઓ અમલી છે. વ્યક્તિ જ્યારે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે ત્યારે જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકની શારીરિક અને માનસિક સ્વસ્થતા ખૂબ જરૂરી છે.

ભાવનગરમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચન્દ્રમણી પ્રસાદ, આર. સી. એચ. ઓ. ડો. કોકિલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુફિયાનભાઇ લાખાણી, મેડિકલ ઓફિસર ડો. મુબારક ચોકિયા, ડો. શ્રીકેતાબા સરવૈયાએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત બ્યુરો ચીફ : ડો હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *