Tuesday, February 17News That Matters

લોકભારતી મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય શિબિર યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય “બાલવાડી શિબિર” તા.૩૧/૩/૨૦૨૩ થી ૨/૪/૨૦૨૩ દરમિયાન યોજાઈ. 

આ શિબિરના ભાગરૂપે ૭૧ વિદ્યાર્થીઓ અને ૩ કાર્યકરો શ્રી પુજાભાઈ મકવાણા, યોગેશભાઈ ત્રિવેદી અને વિશાલભાઈ જોષીની સહભાગિતા હેઠળ પ્રથમ દિવસે લોકભારતી પરિવારના બાળકો દ્વારા ઉદ્દઘાટન કરીને વિદ્યાર્થીઓ ગઢુલા, લંગાળા અને પરવાળા ગામની પ્રાથમિક શાળામાં જઈને સંમેલન, રમત-ગમત, અભિનય ગીતો અને બાળવાર્તાઓની રમઝટ બોલાવી હતી ત્યારબાદ લોકભારતીના પ્રાંગણ ઉપર દક્ષિણમૂર્તિ બાળમંદિર ભાવનગરના તજજ્ઞ બહેનો દ્વારા નાટ્ય તાલીમ, અને રાત્રે બાળ ફિલ્મ “હારૂન-અરુણ”નો શો યોજાયો હતો.

બીજા દિવસે સવારે ડૉ. દિકપાલસિંહ જાડેજા ઉર્ફે “હું છું વાર્તા કહેનારો” દ્વારા વાર્તા કથન-સર્જન તાલીમ, બપોરે કલા શિક્ષક ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ચિત્ર અને સર્જન કાર્યશાળા અને રાત્રે બાળ ફિલ્મ “આઇ એમ કલામ” નો શો યોજાયો.

ત્રીજા દિવસે સવારે મહાવીરસિંહ ગોહિલ દ્વારા બાળ વાર્તા,સંગીત નૃત્ય સાથે અભિનયગીતોની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.

સમાપન કાર્યક્રમમાં રામભાઈ પંચોળી અને નિયામક હસમુખભાઈ દેવમુરારીએ વિદ્યાર્થીઓના અહેવાલ અને રજૂઆતને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

લોકસેવા મહાવિદ્યાલયના નિયામક કાંતિભાઈ ગોઠી અને આચાર્ય ડૉ. હસમુખભાઈ સુથારના માર્ગદર્શન અને અધ્યાપક પૂજાભાઈ મકવાણાના સંયોજન હેઠળ શિબિર યોજાઇ હતી.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *