Sunday, February 15News That Matters

ઉમરાળા તાલુકા કક્ષાનો તા.૨૧ માર્ચે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલરદાર, ઉમરાળાને તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી તેમ મામલતદારશ્રી, ઉમરાળાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *