Sunday, February 15News That Matters

માત્ર 21 ₹ માં ભકતો નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલવપુજા

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ 

સોમનાથ ટ્રસ્ટ શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી “બિલ્વપુજા સેવા” જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે.

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।

त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥

શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્ય ની સાથે સોમનાથ ટ્રસ્ટ આપના દીધેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે.

આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકો છો, અથવા અમારા દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં  નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *