હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ
પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે તા.૨૩ મી જાન્યુઆરી, ૨૦૨૩ ને સોમવારના રોજ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ, નગરપાલિકા હોલ ખાતે સાંજના ૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે.
આ અવસરે ઉપસ્થિત કવિગણમાં મનોહર ત્રિવેદી, ડૉ.ભરત જોશી (પાર્થ મહાબાહુ), વિમલ અગ્રાવત, વિશાલ જોશી, યોગેશ પંડ્યા, જાતુષ જોશી, પ્રવિણ ખાચર, જિજ્ઞેશ વાળા અને આનંદ ગઢવી વગેરે ઉપસ્થિત રહેશે.
તેવી જ રીતે શોર્યગીત ગુંજનમાં જગદીશભાઇ પરમાર, ભાઇલાલભાઇ ટુંડિયા, સંજ્યભાઇ મકવાણા, સહદેવભાઇ ચૌહાણ, કિશાબેન ગઢવી, લસુબેન ડાંગી અને સાજીંદાઓ શિક્ષણ પરિવાર-બોટાદ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બોટાદવાસીઓને સહભાગી બનવાં જિલ્લા વહીવટીતંત્ર, બોટાદ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
