Sunday, February 15News That Matters

તા.૨૦ જાન્યુઆરીના રોજ સિહોર માં રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની) માં સેલ્સ એક્સિક્યુટિવ, સેલ્સ ઓફિસર, સર્વિસ એડવાઇઝર, મિકેનિક, હેલ્પર, ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૩ (શુક્રવાર), સવારે ૧૧:૦૦ કલાકે, આઇ.ટી.આઇ. સિહોર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *