Sunday, February 15News That Matters

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો જાહેર જનતા જોગ

હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ

તા.૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા બોટાદ જિલ્લાના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૬ ૫રીક્ષા કેન્દ્રો પર લેવાશે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના સમય સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧૨: ૦૦ કલાક (કુલ સમય ૧ કલાક) દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં નીચે મુજબના પ્રતિબંધો ફરમાવ્યા છે.

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનીવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ફોજદારી અધિનિયમ (સને૧૮૬૦ના ૪૫મા અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર છે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *