Sunday, February 15News That Matters

થરાદમાં એકતા ટુર્નામેન્ટ ક્રિકેટનો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કરાવ્યો શુભારંભ

હિન્દ ટીવી – ગુજરાતી, થરાદ

થરાદ મહાજનપુરા ચાર રસ્તા પાસે એકતા ટુર્નામેન્ટ ક્રિકેટનો કરાયો શુભારંભ. એકતા ટુર્નામેન્ટ ક્રિકેટમાં થરાદના પૂર્વ ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂતે રીબેન કાપી અને ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાય હતો તેમાં ગુલાબસિંહ રાજપૂતે બેટિંગ કરી હતી અને નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ઓઝાએ ગેનબાજી કરી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત સહિતના નગરપાલિકાના સદસ્યો ગ્રામજનો અને ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજક પ્રતાપસિંહ રાજપુત, વિજયસિંહ રાજપૂત, મુનાભાઈ રાઉમા, હરેશભાઈ રાજપૂત, જાકીરભાઇ ફકીર, યુબભાઈ મેમણ, બચુભાઈ શેખ, પરભુભાઈ માળી, બરકતભાઈ રાઉમાં, લક્ષ્મણભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ ઉપરમુખ સહિતનું એકતા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *