Monday, February 16News That Matters

વેસ્‍ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવાની કામગીરી

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.

        સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ  વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્‍ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે સત્ય સાંઈ રોડ, રૈયા રોડ, પંચવટી મેઈન રોડ વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, દ્વારા પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવામાં આવેલ છે તેમજ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

જપ્‍ત કરેલ પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક (K.G.) વસુલ કરેલ વહીવટી ચાર્જ    વહિવટી ચાર્જ વસુલ કરેલ કુલ આસામીની સંખ્‍યા
૪.૫૦ (કીલો) ૪૫૦૦/-રૂપીયા

અંકે રૂપીયા ચાર હજાર પાંચસો પુરા

૧૧

 ઉ૫રોકત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્‍નર સાહેબના આદેશ અન્‍વયે નાયબ કમિશ્‍નર ના માર્ગદર્શન હેઠળ વેસ્‍ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્‍વિજયસિંહ તુવર ની દેખરેખ માં આસી. પર્યાવરણ ઇજનેર રાકેશ શાહ, સેનેટરી ઓફિસર મૌલેશ વ્યાસ ની હાજરીમાં વેસ્‍ટ ઝોન સેનેટરી ઇન્‍સ્‍પેકટર નિલેષ ડાભી, કેતન લખતરીયા, તથા એેસ.એસ.આઇ ઉદયસિંહ, નીતિનભાઈ, દ્વારા કરવામાં આવેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *