હિન્દ ટીવી – ગુજરાતિ, ગીર-સોમનાથ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગીર-સોમનાથના છ ગામોની ભીનો/સુકો કચરો એકઠો કરી તેના નિકાલ કરવા માટે ઇ-રીક્ષાનું પ્રસ્થાન રાજયકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણી કરાવ્યું હતુ. સંપુર્ણ પ્રદુષણમુક્ત અને બેટરી સંચાલિત આ ઇ-રીક્સા બાદલપરા, મેઘપુર, કાજલી, ચોહાણની ખાણ, સોનારીયા અને ઘંટીયા પ્રાસલી ગામે ભીનો અને સુકો કચરો એકઠો કરી અને તેનો યોગ્ય નિકાલ કરાશે.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઇ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
