હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
સરકાર દ્વારા આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં છ ગામોમાં આઠમાં તબક્કાના સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં સરકારના વિવિધ ૧૩ વિભાગો દ્વારા ૫૬ જેટલી સુવિધાઓ લોકોને ઘરઆંગણે પહોંચાડવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રતીતિ સ્વરૂપે સેવાસેતુ કર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારની અનેકવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવા માટે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે.
ત્યારે આઠમ તબક્કાના સેવસેતું કાર્યક્રમ વેરાવળ તાલુકામાં પ્રાથમિક શાળા ભાલપરા, તાલાળા તાલુકામાં પ્રાથમિક શાળા ચિત્રોડ, સુત્રાપાડા તાલુકામાં પ્રાથમિક શાળા મોરડીયા, ઉના તાલુકામાં પ્રાથમિક શાળા ડમાસા, કોડીનાર તાલુકામાં પ્રાથમિક શાળા મિતિયાજ, ગીર ગઢડા તાલુકામાં પ્રાથમિક શાળા જરગલી ખાતે યોજાયેલ. આ સેવાસેતુ કાર્યક્રમોમાં આધાર કાર્ડ-રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકા લક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), ઘરેલું નવા વીજ જોડાણ, પશુઓ સંબંધિત સેવાઓ, બેન્કિંગ અને ખેતી સંબંધીત સેવાઓ જેવી કુલ ૫૬ સેવાઓ લોકોને એકજ સ્થળે પુરી પાડવામાં આવી હતી.
