Tuesday, September 8News That Matters

Gujarat

બિપરજોય વાવાઝોડાના જોખમ સામે ભાવનગર ફાયરબ્રિગેડ ‘એલર્ટ મોડ’ પર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમ સામે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ વિભાગ એલર્ટ મોડ પર છે. આગામી સમયમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ આવે તો તેને પહોંચી વળવાની તૈયારી મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બ્રિગેડના જવાનો હાલ વાહનો તેમજ જરુરી તમામ ઉપકરણો સાથે સજ્જ છે....

સરતાનપરમાં એક સગર્ભા અને માતા-બાળકનું સલામત સ્થળે સ્થળાંતર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો હાલ એલર્ટ પર છે. તળાજા તાલુકાનું સરતાનપર ગામ બંદર પર વસેલું હોવાથી દરિયાકિનારે આવેલા ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા અને અન્ય એક પરિવારના આઠ મહિનાના બાળક અને તેની માતાનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભાવનગરના ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડૉ. ચંદ્રમણિ કુમારના વડપણ હેઠળની આરોગ્ય તંત્રની ટીમ આજે સરતાનપર બંદર અને ગામની મુલાકાતે પહોંચી હતી અને લોકોને સંભવિત વાવાઝોડાના જોખમથી વાકેફ કર્યા હતાં. આ મુલાકાત દરમિયાન દરિયાકાંઠાથી નજીકના ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા તેમજ અન્ય એક ઘરમાં રહેતા આઠ મહિનાના બાળક અને તેની માતાનું સ્થળાંતર કરવાની જરુર જણાઇ હતી. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં તેમનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રની આ ટીમમાં સી.ડી.એચ.ઓ. ઉ...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ સમીક્ષા બેઠકોનો દૌર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે ભાવનગર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. આજે અહીંના તાલુકા કચેરીઓમાં તાલુકા કક્ષાની સમીક્ષા બેઠકો યોજાઇ હતી. જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિવિધ પાસાંઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજનેન્ટ તેમજ રાહત અને બચાવકાર્ય સાથે સંકળાયેલા તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં અને તેમના દ્વારા કરવામાં આવેલા પ્રબંધ વિશે માહિતી આપી હતી....

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર - ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૩-૦૬-૨૦૨૩ નાં રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, પીપાવાવનાં કર્મચારીઓનાં ટ્રેનિંગનાં ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે તેમ જાહેરનામામાં ફરમાવેલ છે....

બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી

Gujarat
અગમચેતી એ જ સલામતી હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ            હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ :         આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી- બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો સલામત સ્થળે તેમજ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું તેમજ પોતા...
સંભવિત બિપરજોય વાવાઝોડા અંગેની તૈયારીની સમીક્ષા માટે પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

સંભવિત બિપરજોય વાવાઝોડા અંગેની તૈયારીની સમીક્ષા માટે પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      સંભવિત વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરી, આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.  જિલ્લામાં લેવાયેલ સાવચેતીના પગલા અંગેનો ચિતાર આપતા જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ઉદભવી શકે તેવી વિષમ પરિસ્થિતિની શકયતાઓ ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરુરી પૂર્વ આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાના નજીકના તાલુકાઓમાં આવેલ હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે.   આ ઉપરાંત સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરી લેવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારો અન...

જીએસએચઈબી, જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે ઉજવાયો પ્રવેશોત્સવ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથની પ્રભાસ પાટણ કન્યાશાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૨૫ ભૂલકાઓ અને ધોરણ-૧માં ૯ બાળકોએ ઉત્સાહથી પ્રવેશ મેળવી પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.             આ પ્રસંગે જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં કર્મચારીઓથી લઈ અધિકારીઓ તમામ સહભાગી થયા છે. શાળા પ્રવેશોત્સવ ભૂલકાઓના જીવનમાં ઉજાસ પાથરનાર ઉત્સવ બની રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ શિક્ષણનું પ્રથમ પગથિયું છે. શરૂઆતથી જ બાળકોમાં પાયારૂપી ઉત્કૃષ્ટ શિક્ષણ મળે તો ભારતનું ભાવિ વધુ મજબૂત થઈ શકે છે. જીવનમાં અભ્યાસનું મહત્વ દર્શાવી જોઈન્ટ ડિરેક્ટરએ બાળકો પાસે જ્ઞાન સાથે ગમ્મત આપતી પ્રવૃત્તિઓ પ...

ગીર સોમનાથના પાલડી ખાતે એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં યોજાયો પ્રવેશોત્સવ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથના પાલડીમાં એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં પાલડી પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાલવાટિકામાં ૪ કુમાર અને ૯ કન્યા એમ કુલ ૧૩ બાળકોએ પ્રવેશ કર્યો હતો. શાળા પ્રવેશોત્સવની દીપ પ્રાગટ્યથી શરૂઆત થઈ હતી અને મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરાયું હતું. આ તકે પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનાર શાળાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામને સંબોધન કરતા ડૉ.કુલદિપ આર્યાએ જણાવ્યું હતું કે, જીવન ઘડતર માટે શાળા પાયાનો એકમ છે. આજનો દિવસ શાળામાં આવતા ભૂલકાંઓ માટે સૌથી મહત્વનો દિવસ છે. સરકાર છેવાડાના દરેક ગ્રામીણ વિસ્તાર સુધી શિક્ષણનો વ્યાપ વિસ્તારવા માટે મક્કમ છે. આ સા...

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મોરાજ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ વેરાવળ તાલુકાના મોરાજ ગામમાં બાલવાટિકામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૦ કુમાર અને ૧૨ કન્યા એમ કુલ ૨૨ બાળકોનો બાલવાટિકામાં ઉમંગપૂર્વક પ્રવેશ થયો હતો.              શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના પ્રસંગે કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ સંબોધનમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તમામ ભાગીદાર બન્યાં છે એ ગર્વની વાત છે. ગ્રામ્ય સમાજમાં માતા-પિતા પણ શિક્ષણ પ્રત્યે જાગૃત થઈ રહ્યાં છે તે અત્યંત સારી વાત છે. શિક્ષણનો વ્યાપ વધારીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવ...

ગીર-સોમનાથ જિલ્લામાં સાંસદ યોગ સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગીર સોમનાથ દ્વારા સાંસદ યોગ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજવામાં આવનાર છે. જેમા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ યોગનો વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકજાગૃતિ મળી રહે તેવા ઉદ્દેશથી  આ સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ૯ થી ૧૯ વર્ષ સુધીના, ૨૦ થી ૩૫ વર્ષ સુધીના, ૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ૬૦ વર્ષથી વધુ વયના  કુલ ૪ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાશે. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક લોકોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં.૩૧૫/૩૧૬, મુ. ઇણાજ, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ ખાતેથી સ્પર્ધાના ...