Tuesday, September 8News That Matters

બિપરજોય વાવાઝોડા સંદર્ભે ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ સમીક્ષા બેઠકોનો દૌર

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે ભાવનગર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. આજે અહીંના તાલુકા કચેરીઓમાં તાલુકા કક્ષાની સમીક્ષા બેઠકો યોજાઇ હતી. જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિવિધ પાસાંઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજનેન્ટ તેમજ રાહત અને બચાવકાર્ય સાથે સંકળાયેલા તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં અને તેમના દ્વારા કરવામાં આવેલા પ્રબંધ વિશે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *