Tuesday, September 8News That Matters

Gujarat

“યોગ એટલે મનને પોષણ આપવુ” જાનવી પ્રતિભા મહેતા (યોગ નિષ્ણાત)

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે ૨૧મી જૂને સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે. આજે યોગ આપણા દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોને સુખાકારી પ્રદાન કરે છે. નું પ્રદાન કરે છે. ભાવનગરમાં રહેતા જાનવી પ્રતિભા મહેતા યોગ ક્ષેત્રે ઘણી નામના ધરાવે છે. તેમણે ૩૬મી નેશનલ ગેમ્સ યોગાસનમાં આર્ટિસ્ટિક પેરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક પણ છે. યોગ જીવનમાં ખુબ પ્રતિકારક છે. નિયમિત યોગ કરવા થી અનેક લાભ થાય છે. જાનવી પ્રતિભા મહેતા યોગથી થતાં શારીરિક અને માનસિક ફાયદા વિષે જણાવતા કહે છે કે, યોગ દ્વારા થતા શારીરિક ફાયદાઓ તો સર્વ વિદિત છે. યોગ શરીર ના તમામ તંત્ર જેવાકે પાચનતંત્ર, ભ્રમણતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્ગતંત્ર, સ્નાયુતંત્ર, પ્રજનનતંત્ર, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર, કંકાલતંત્રને યોગ્ય રીતે કાર્ય કરવા માં મદદ કરે છે. જેમ શરીર ચલાવવા ખોરાકની જરૂર પડ...

ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે તા. ૧૭ જૂનથી યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “વસુધૈવ જનમ ની થીમ આધારિત વર્ષ- ૨૦૨૩-૨૪માં વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંકલનથી સમરસ કુમાર છાત્રાલય-ભાવનગર ખાતે તા: ૧૭/૦૬/૨૦૨૩ થી સાપ્તાહિક યોગ દિન ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમરસ છાત્રાલયના અલગ અલગ જગ્યાઓ જેવી કે મિટિંગ હોલ, એમ્પીથીયેટર, રમત ગમત મેદાન વગેરેનો ઉપયોગ કરી “યોગ” ની અલગ અલગ થીમ આધારિત યોગાસન વિદ્યાર્થીઓને કરાવામાં આવશે જેમાં આજે "કોમન યોગ પ્રોટોકોલ" થીમ પર યોગાસન "એમ્પીથીયેટર" ખાતે કરવામાં આવેલ જેમાં ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર રિધ્ધીબેન ભટ્ટ દ્વારા “યોગ” વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી અને દૈનિક જીવનમાં શારીરિક અને માનસિક રીતે “યોગ” દ્વારા સ...

ભાવનગર જિલ્લાના ૨૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે પ્રિ-ઇવેન્ટ યોગ ડે કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે બાબતે આહવાન કર્યુ છે ત્યારે આ વર્ષે ભારત આયુષ મંત્રાલય દ્વારા “હર ઘર – આંગન યોગ” ટેગલાઇન જાહેર કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજયના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ગાંધીનગર ડો.નિલમ પટેલના આદેશથી તથા AB-HWC ના રાજયના પ્રોગ્રામ અધિકારી ડો.પી.આર.સુથારના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) દ્વારા ૧૬ મી જુન ૨૦૨૩ ના રોજ પ્રિ-ઇવેન્ટ યોગ ડે તરીકે ઉજવણી કરવા જણાવેલ હતું. જે મુજબ ભાવનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફીસર સહિત જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓની દેખરેખ હેઠળ જિલ્લાના ૨૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર પ્રિ-ઇવેન્ટ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેનો લાભ જિલ્લાના જુદા-જુદા વય જુ...

આગામી તા. ૨૧ મી જૂનના રોજ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે

Gujarat
‘G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આજરોજ કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ૨૧ મી જુન ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ રમત સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સીદસર ખાતે અંદાજિત ૨૦૦૦ લોકો જોડાશે. વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓ (૫૭...

બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી ભણાવતા શિક્ષકશ્રી રમેશભાઈ બારડને સન્માનિત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  ભાવનગર ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ઇનોવેટિવ શિક્ષક રમેશ બારડને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાનો "શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણની સંભાવના દરેક વ્યક્તિ-વ્યક્તિએ અલગ હોય છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટીવ શિક્ષક દંપતિમાંથી રમેશભાઈ બારડને બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી બાળસમર્પિત કાર્યને ધ્યાને લઈ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શિક્ષણક્ષેત્રે અપાતો રાજ્યકક્ષાનો "શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ" અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર પંકજ ચંદ્રાના હસ્તે એનાયત થયો. રમેશભાઈ બારડ શિક્ષણમાં ઇનોવેશન માટે જાણીતા છે. ગિજુભાઈ બધેકા, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ અને નાનાભાઈ ભટ્ટના વિચારોને આધુનિક સ્વરૂપે બાળકો સમક્ષ સરળ અને સહજ રીતે રજૂ કરવામાં વિશેષ આવડત ધરાવે છે. તેઓ...

આણંદના ના સરકારી અધિકારી દ્વારા સનાતન હિન્દુ સંસ્કૃતિના સિદ્ધાંતોનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક રીતે નિરૂપણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ 22મી એપ્રિલના રોજ આખા વિશ્વ એ વર્લ્ડ earth ડે ની ઉજવણી કરી. દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જાય છે અને તેને કારણે વિશ્વનું સરેરાશ તાપમાન પણ વધે છે. આવા કપરા સમયમાં પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય અને પૃથ્વી પરની જીવ સૃષ્ટિને કેવી રીતે બચાવી શકાય તે ધ્યાનમાં રાખીને ઉદયપુર ખાતે વિશ્વભરના વિદ્વાન નિષ્ણાતો ને બોલાવીને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સસ્ટેન મધર અર્થ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડોક્ટર વરનોન નેપે, એડવર્ડ આર ક્લોઝ જેવા નામાંકિત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો ની સાથે સુરેન્દ્ર પોખરણજી ભંડારીજી તથા પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ જેવા ભારતના નામાંકિત વૈજ્ઞાનિકોએ પોતાના વિચારો રજૂ કર્યા. જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આણંદના જાણીતા તત્વચિંતક નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણીએ ભારતીય અધ્યાત્મ દ્વારા આપણે કેવી રીતે પૃથ્વી માતાને બચાવી શકીએ છીએ તેના પર વ્યાખ્યાન આપ્યું. ભારત...

સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘સાંસદ યોગ સ્પર્ધા’ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘સાંસદ યોગ સ્પર્ધા’ યોજાઈ હતી. જેમાં સુરતની શાળાઓના ૧ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકો ઉપરાંત ત્રણ કેટેગરીમાં ૧૯થી ૩૫ વયજૂથના યુવા ભાઈઓ-બહેનો, ૩૫ થી ૬૦ વયજૂથના અને સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય લેવલની યોગ પ્લેયર અને રબર ગર્લ તરીકે વિખ્યાત દિવ્યાંગ દીકરી અન્વી ઝાંઝરૂકીયા આ કાર્યક્રમમાં સ્પર્ધકો માટે આકર્ષણનું કેંદ્ર બની હતી. અન્વી ૨૫૦ જેટલા પ્રકારના યોગમાં મહારત ધરાવે છે. આ પ્રસંગે મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, પ્રાચીન ભારતીય વૈદિક સંસ્કૃતિની અણમોલ ભેટ સ...

જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.કલેકટર બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશયથી જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.કલેકટર બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કામરેજ ચાર રસ્તા પર થતા ખાનગી વાહનચાલકો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સુડાના અધિકારીઓને કાર્યવાહીનો રિપોર્ટ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકાઓમાં રખડતા ઢોરને પાંજરે પુરવા બાબતે ચીફ ઓફિસરોને જણાવ્યું હતું. શાળાઓમાં માર્ગ સલામતીના જનજાગૃતિ કાર્યક્રમો કરવા ઉપરાંત જિલ્લાના રસ્તાઓમાં રોડ સેફટી બાબતે જરૂરી સમારકામ, ઝીબ્રા ક્રોસિંગ, વોટરલોકીંગ, સ્પીડબ્રેકર બાબતે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. હાઈવે પર મોટા વાહનચાલકોએ લેન ડ્રાઈવિંગનું ફરજીયાતપણે પાલન કરાવવા અંગે કલેકટરએ જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, આર.ટી.ઓ. અધિકારી આકાશ પટેલ, માર્ગ-મકાન તથા અન્ય અધિ...

સાંસદ યોગ સ્પર્ધામાં એક થી ત્રણ ક્રમના વિજેતાઓને મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સાંસદ યોગ સ્પર્ધામાં ૨૯૦ ભાઈઓ અને ૫૭૬ બહેનો મળી કુલ ૮૬૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો, એ ગ્રુપમાં ૯ થી ૧૯ વર્ષ, ગ્રુપ-બી ૨૦ થી ૩૫ વર્ષ, ગ્રુપ-સી ૩૬ થી ૬૦ અને ગ્રુપ-ડી માં ૬૦ વર્ષથી વધુ વય એમ ૪ એઈજ ગ્રુપમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોમાં ગ્રુપ એ માં પ્રથમ ક્રમે જીયા દેસાઇ, દ્વિતિય હિતિષા ગોટી અને તૃતીય બ્રિન્દા વઘાસિયા, ગ્રુપ બી માં પ્રથમ મિતાલી શિંઘોડાવાલા, દ્વિતિય કયાડા દેવાંગી અને તૃતીય ધ્રુવી નાકરાણી, ગ્રુપ સી માં પ્રથમ સુતારીયા રાધિકા, દ્વિતિય પારૂલ ભંડારી અને તૃતીય કાજલ વઘાસિયા, ગ્રુપ ડી માં પ્રથમ રેણુકા પટેલ, દ્વિતિય જશુબેન પટેલ અને તૃતીય ક્રમે ધ્રુવી ઉષાબેન પટેલ વિજેતા બન્યા હતા. પુરૂષ કેટેગરીમાં ગ્રુપ એ માં પ્રથમ ક્રમે પટેલ પ્રેમ રાજેશભાઈ, દ્વિતિય ક્રમે વેદાંત અમલસાડવાલા અને તૃતીય ક્રમે પાટિલ રાજ, ગ્રુપ બી માં પ્રથમ ક્રમે હિતેશ ગૂ...

આહવા ખાતે “તમાકુ મુક્ત બસ ડેપો” ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની જાહેર સેવા રાજ્યના પ્રજાજનો માટે ખૂબ જ કિફાયતી, ઉપયોગી, અને સલામત સાબિત થઈ છે ત્યારે, એસ.ટી.ડેપોના ડ્રાયવરો, કંન્ડક્ટરો તેમજ તમામ સ્ટાફ્ને તમાકુ નિયંત્રણ ધારો COTPA-2003 (સિગારેટ એન્ડ અધર ટોબકો પ્રોડોક્ટ એકટ)થી અવગત કરાવવાનો એક કાર્યક્રમ આહવા ખાતે યોજાઈ ગયો. ડેપો મેનેજર કિશોરભાઇ.એ.પરમાર તેમજ ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના NTCPSW શ્રીમતી રસીલા સી. ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની કલમ-4 (જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ) અને તેના ઉલ્લંઘન બદલ ડેપો મેનેજર, ડ્રાયવરો, તેમજ ટીકીટ કલેક્ટર પણ કસુરવારોને રૂ.૨૦૦ સુધીનો દંડ કરી શકે છે. જે બાબતની જોગવાઈઓથી તેમને અવગત કરાવાયા હતા. એસ.ટી.ડેપોમાં કલમ-૪નું ચુસ્તપણે પાલન થાય તેવી કાર્યવાહી હાથ ધરવા સાથે "તમાકુ મુક્ત બસ ડેપો" બનાવવા અ...