Sunday, February 15News That Matters

સાંસદ યોગ સ્પર્ધામાં એક થી ત્રણ ક્રમના વિજેતાઓને મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત 

ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સાંસદ યોગ સ્પર્ધામાં ૨૯૦ ભાઈઓ અને ૫૭૬ બહેનો મળી કુલ ૮૬૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો, એ ગ્રુપમાં ૯ થી ૧૯ વર્ષ, ગ્રુપ-બી ૨૦ થી ૩૫ વર્ષ, ગ્રુપ-સી ૩૬ થી ૬૦ અને ગ્રુપ-ડી માં ૬૦ વર્ષથી વધુ વય એમ ૪ એઈજ ગ્રુપમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોમાં ગ્રુપ એ માં પ્રથમ ક્રમે જીયા દેસાઇ, દ્વિતિય હિતિષા ગોટી અને તૃતીય બ્રિન્દા વઘાસિયા, ગ્રુપ બી માં પ્રથમ મિતાલી શિંઘોડાવાલા, દ્વિતિય કયાડા દેવાંગી અને તૃતીય ધ્રુવી નાકરાણી, ગ્રુપ સી માં પ્રથમ સુતારીયા રાધિકા, દ્વિતિય પારૂલ ભંડારી અને તૃતીય કાજલ વઘાસિયા, ગ્રુપ ડી માં પ્રથમ રેણુકા પટેલ, દ્વિતિય જશુબેન પટેલ અને તૃતીય ક્રમે ધ્રુવી ઉષાબેન પટેલ વિજેતા બન્યા હતા. પુરૂષ કેટેગરીમાં ગ્રુપ એ માં પ્રથમ ક્રમે પટેલ પ્રેમ રાજેશભાઈ, દ્વિતિય ક્રમે વેદાંત અમલસાડવાલા અને તૃતીય ક્રમે પાટિલ રાજ, ગ્રુપ બી માં પ્રથમ ક્રમે હિતેશ ગૂંડીયા અને ગ્રુપ સી માં પ્રથમ ક્રમે આરિફ પટેલ, દ્વિતિય ક્રમે વિનદભાઈ કે આકઠિયા અને તૃતીય ક્રમે નીતિન પરમાર વિજેતા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *