Monday, September 7News That Matters

Gujarat

ખેડૂતો માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર-ટ્રેલર તથા સોલાર પાવર યુનિટ/કીટની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  ભુજ                 વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર-ટ્રેલર ઘટક, સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે Ikhedut portal પર ઓનલાઈન અરજીઓ માટે તા. ૦૫/૧૨/૨૦૨૪ થી સ્વીકારવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે.           આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે...
ખાવડા-પચ્છમના ખેડૂતોએ વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અંગે તાલીમ મેળવી

ખાવડા-પચ્છમના ખેડૂતોએ વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અંગે તાલીમ મેળવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કચ્છનો ખાવડા વિસ્તાર સુકા હવામાનનો પ્રદેશ છે. સ્થાનિકો વરસાદ આધારિત ખેતી અને પશુપાલન ઉપર નભે છે. ત્યારે ખેતી આધારિત આવકના અન્ય વિકલ્પો જેવા કે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ એ સમયની માંગ છે. આ વિષયો ઉપર સ્થાનિક ખેડૂતોને એગ્રોસેલ ફાઉન્ડેશન અને શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી દ્વારા સતત શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ જ કાર્યક્રમોની શ્રેણીના એક ભાગ તરીકે કિશાનો માટે વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારા ખાતે બે દિવસીય તાલીમ કમ પ્રેરણા પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો હતો.                આ તાલીમમાં સંસ્થાના કાર્યકરોની ટીમ સાથે ખાવડા-પચ્છમના ખેડૂતો સામેલ થયા હતા. આ સંશોધન કેન્દ્ર સૂકી ખેતીના પાકો ઉપર સંશોધનની કામગીરી કરે છે. કેન્દ્રના વડા ડૉ. દિનેશ પટેલે મીલેટનું મહત્વ સમજાવી ત...
કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ

કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, રાજકોટ            રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ઉપસ્થિત સૌને શ્રી અન્નનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી.       ખેતીમાં મૂલ્યવર્ધન થકી ખેડૂતો નામના સાથે નાણા પણ મેળવી શકે તેનું ઉદાહરણ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે કોટડાસાંગાણી પંથકના વિવિધ ફ્લેવરવાળા ગોળ ગાંધીનગર સુધી જાણીતા બન્યા છે. કોટડા સાંગાણીથી દેવળીયાનો રસ્તો રૂ. ૩ કરોડના ખર્ચે મંજુર કરાયો છે. ઉપરાંત રીબડા નારણકા વાળા રોડનું રૂ. ૨૩ કરોડ ૬૫ લાખના ખર્ચે વાઈડનીંગ કરવામાં આવશે. કોટડાસાંગાણી પડવલાનો રોડ પણ ૩૨ કરોડના ખર્ચે બનાવવામાં આવશે....
જન-જનનું રાખો ધ્યાન, ટીબીમુક્ત ભારત અભિયાન

જન-જનનું રાખો ધ્યાન, ટીબીમુક્ત ભારત અભિયાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, બોટાદ બોટાદમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ટીબી નિર્મૂલન 100 દિવસ સઘન ટીબી કેમ્પેઈનનો શુભારંભ સમારોહ યોજાયો - વહેલા જાગ્યા એ જ જીવનમાં જીત્યા છે સઘન ટીબી કેમ્પેઈન કાર્યક્રમનો ઉદ્દેશ ટીબીના દર્દીઓને શોધી કાઢવા, તેમનું નિદાન અને ઉપચાર કરવાનો, ટીબીના દર્દીઓએ ચોક્કસ પણે 6 મહિના સુધી દવાઓ અને યોગ્ય દેખરેખ રાખવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારશ્રીના સતત પ્રયાસોની ફળશ્રૃતિરૂપે આજે રાજ્યમાં શ્રેષ્ઠ મેડીકલ સારવાર ઉપલબ્ધ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લીલી ઝંડી આપી નિક્ષય વાનનું પ્રસ્થાન કરાવ્યું...
ભુજ ખાતે “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે “વિકાસ સૌરભ” પુસ્તિકાનું વિમોચન

ભુજ ખાતે “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે “વિકાસ સૌરભ” પુસ્તિકાનું વિમોચન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ      ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે આયોજીત કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન/સહાય વિતરણના “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીના હસ્તે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી “વિકાસ સૌરભ” વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.      વંચિતોના સાતત્યપૂર્ણ ૩૬૦ ડિગ્રી વિકાસના નિર્ધાર સાથે કાર્ય કરતી રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિકાસ માટે અમલી કરાયેલી શૈક્ષણિક, આવાસકીય, સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી જેવી તમામ યોજનાઓની આવશ્યક માહિતીનો “વિકાસ સૌરભ” પુસ્તિકામાં સમન્વય છે. ડો.બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિને વિમોચન કરાયેલી “વિકાસ સૌરભ” પુસ્તિકાના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા અમલી કરાયેલી યોજનાઓની માહિતીની પહોંચ વધુમાં...
સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની કલેકટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઇ

સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની કલેકટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        ભુજ કલેકટર કચેરી ખાતે ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી આયોજીત બેઠકમાં વન રેન્ક, વન પેન્શનના પ્રશ્નો, શહિદ સૈનિકોની વિધવા પત્નીઓના પેન્શન સંલગ્ન પ્રશ્નો, ગેસ્ટહાઉસની સુવિધા, આરોગ્ય સેવા વિષયક સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે તેના ઉકેલ માટે સમિતિના સભ્યો દ્વારા હકારત્મક ચર્ચા-વિચારણા કરાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના ઉપપ્રમુખ બ્રિગેડીયર રણબીરસીંગે, વીએસએમ(નિવૃત્ત) રજૂ થયેલા પ્રશ્નોનો વહીવટીતંત્ર તથા સંલગ્ન વિભાગોને સાથે રાખીને વહેલી તકે ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેવી ખાત્રી આપી હતી.        ત્રિમાસીક બેઠકમાં મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી હિરેન લીંબાચીયાએ ગેસ્ટહાઉસ માટે જમીન માંગણીની પ્રક્રિયા તથા આરોગ્ય સુવિધા વિષયક હકારાત્મક પગલા અંગ...

ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભૂજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે. હાલની સ્થિતીએ ૧૦ મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. આમ, ૪૫ કિ.મી.નો આ ...
ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ 

ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       રાજકોટ જિલ્લામાં ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા શહેર ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દરબારી વાડામાં રૂ. ૧ કરોડ ૧૪ લાખના ખર્ચે રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન(RTS) બનાવવામાં આવી રહ્યું છે. ધોરાજી ખાતે નિર્માણાધીન આ રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશનનો શહેરી વિસ્તારમાંથી નગરપાલિકાની ૨૦ ટીપર વાન અને ૭ ટેક્ટરો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન કરીને એકઠો કરવામાં આવતા ૨૫ ટન જેટલા કચરાના વ્યવસ્થિત અને ટૂંકા ગાળાના સંગ્રહ માટે ઉપયોગ કરવામાં આવશે. ટીપરવાનમાં એકત્રીત કરાયેલ કચરાને મોટા ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં ભોડા ડમ્પીંગ સાઈટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ભોડા ડમ્પ સાઈટની જગ્યામાં રૂ. ૪ કરોડના ખર્ચે મટિરિયલ રિસાય...
રાજકોટ હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ

રાજકોટ હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ - ૨૦૨૪નો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય યુવા ઉત્સવમાં કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલા કુલ ૧૧૫૦ કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ તકે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે અહીં દુહા, છંદ, લોકગીત, લોકનૃત્ય જેવી અનેક કલાઓના કલાકારોને મંચ પ્રાપ્ત થનારું છે. યુવા ઉત્સવ વિસરાતી જતી કળાઓને જીવંત રાખવા તથા વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત કૌશલ્યને ઉજાગર કરવાનું માધ્યમ બન્યો છે. ગુજરાત સરકાર ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યુવા મહોત્સવ જેવા અનેક પ્રકલ્પો થકી યુવા પ્રતિભાની કલા અને આવડતને પ્રોત્સાહન આપે છે. રાજ્યભરમાંથી ...
કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ

કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી,       સામુહિક આરોગ્ય કેન્દ્ર કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના આયોજનથી પીજીવીસીએલના સી.એસ.આર ફંડથી અલીમ્કો ઉજ્જૈન દ્વારા આ નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયુ હતુ. જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, PMJAY કાર્ડ, આભાકાર્ડ ઇસ્યુ કરાયા હતા. ઉપરાંત એલીમ્કો દ્વારા લાભાર્થીઓને મોટા્રાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્હીલચેર, ટી એલ એમ કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સીપી ચેર, સેલ ફોન, ADL કીટ વગેરે સહાયક ઉપકરણ મંજુર કરાયા હતા જેની કુલ રકમ ૧૦,૯૬,૮૨૫/- થાય છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૩૧ લાભાર્થીઓને યોજનાકીય લાભો મંજુર કરાયા હતાં....