Monday, September 7News That Matters

Gujarat

સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહેસૂલી અધિકારી- કર્મચારીઓને મહેસુલી કાયદા અને પદ્ધતિઓની અદ્યતન જાણકારી મળી રહે, તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા કક્ષાએ સમયાંતરે મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહેસુલ અધિકારી-કર્મચારીઓની રિફ્રેશર તાલીમ યોજાઈ હતી. પીપલોદ સ્થિત શારદાયતન વિદ્યાલયના સભાગૃહમાં આયોજિત તાલીમમાં મહેસૂલી કાયદાઓનાં તજજ્ઞોએ દ્વારા વિવિધ કાયદાઓની સમજ આપી હતી. લોકહિતમાં રોજબરોજના મહેસૂલી, લોકલક્ષી કાર્યોમાં એકસૂત્રતા આવે, નાગરિકો-અરજદારોને સરળતાથી મહેસૂલી કાર્યોનો ઉકેલ મળે, તેમની રજૂઆતો-સમસ્યાઓનું નિવારણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ અધિકારી કર્મચારીઓએ તજજ્ઞો સાથે સંવાદ કરી ઉદ્દભવતા પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર...
જામનગરમાં ઉંદર પકડવા માટેની(glue trap) ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

જામનગરમાં ઉંદર પકડવા માટેની(glue trap) ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર સમગ્ર જામનગરમાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગ્લુટ્રેપ, ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ/ glue trap પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રકારના ગ્લુ ટ્રેપને કારણે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- 1960 ના નિયમ 11 ની પેટા કલમ (5) નો ભંગ થાય છે અને નિર્દોષ ઉંદરને યાતના ભોગવવી પડતી હોવાથી સમગ્ર જામનગર જિલ્લામાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરવામાં આવ્યા છે. ઉંદરોનું નિયંત્રણ થાય તે ઈચ્છનીય છે. પરંતુ તે માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- 1960 અને તેના હેઠળના નિયમો સાથે સુસંગત બને તે જરુરી છે. ગ્લુટ્રેપના ઉપયોગથી ઉંદરોને ડીહાઈડ્રેશન, ભૂખમરા, ગુંગળામણ થાય છે અને તેને ખુબ જ પીડા પહોંચે છે. તેથી ઉંદરોનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થાય છે. ઉંદરોની વસ્તીના...
નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા વિવધ રમત સ્પર્ધાઓનું આયોજન

નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા વિવધ રમત સ્પર્ધાઓનું આયોજન

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, જામનગર                 માય ભારત જામનગર (નેહરુ યુવા કેન્દ્ર જામનગર) દ્વારા તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ રમત- ગમત કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામાં આવનાર છે. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કાર્યરત માય ભારત જામનગર દ્વારા જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ અને ધ્રોલ તાલુકા સ્તરે રમત ગમતના કાર્યક્રમનું આયોજન થનાર છે, તેમજ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ પણ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે.જેમાં ભાગ લેવા માંગતા યુવા મિત્રોએ માય ભારત પોર્ટલ પર પોતાનું રજીસ્ટેશન કરાવવાનું રહેશે. જેમાં યુવકો માટે કબડ્ડી અને ૧૦૦ મીટર તથા ૪૦૦ મીટરની એથ્લેટીક્સ રેસ તેમજ મહિલાઓ માટે ખો-ખો, ૧૦૦ મીટર એથ્લેટિક્સ રેસ તેમજ લાંબી કૂદ જેવી રમતોમાં ભાગ લઈ શકાશે. કાર્યક્રમની વિશેષ માહિતી માટે યુવાઓએ mybharat.gov.in પોર્ટલની મુલાકાત લેવા જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા જણાવા...
સાબરકાંઠામાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીમાં ફાળો આપી પ્રારંભ કરાવ્યો

સાબરકાંઠામાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીમાં ફાળો આપી પ્રારંભ કરાવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અધિક નિવાસી કલેકટરશ્રી ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ભંડોળમાં ફાળો આપીને પ્રારંભ કરાવ્યો હતો. સેનાના જવાનોના સાહસ, શોર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અધિક નિવાસી કલેકટર ક્રિષ્ના વાઘેલાએ ફાળો આપીને સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. માં ભોમની રક્ષા કાજે જવાનો સરહદ ઉપર યુધ્ધમાં આતંકવાદીઓ સાથેની લડાઈમાં પ્રાણ ન્યોછાવર કરી દેશ માટે મહાન કુરબાની આપે છે. આવા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો, સૈનિકો અને પૂર્વ સૈનિકોના કલ્યાણ અર્થે અને તેઓને સંકટ/માંદગીના સમયે નાણાંકીય સહાય આપવા યથાશક્તિ યોગદાન આપી સહભાગી થવા અધિક નિવાસી કલેકટરએ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રની રક્ષા માટે બલિદાન આપનાર સૈન...
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું

Gujarat
ભુજ આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. કચ્છ જિલ્લાનું પાત્રતા ધરાવતું એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા ધારાસભ્યએ વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરી હતી. કચ્છના કલેક્ટર અમિત અરોરા અને પીજીવીસીએલના એમ.ડી. શ્રીમતિ પ્રીતિ શર્માએ પોતાની દીકરીને અહીં બૂથ ઉપર પોલિયોના ટીપાં પીવડાવીને ઉપસ્થિત વાલીઓને પોતાનાં બાળકોને જરૂરથી પોલિયોના ટીપાં પીવડાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, આર.સી.એચ.ઓ.  ડૉ. જે.ઓ.ખત્રી સહિત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છના ઉચ્ચ અધિકારીઓએ બાળકોને પોતાના હાથે પોલિયોના બે બૂંદ પીવડાવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીના માર્ગદર્શન અં...
વિકસિત ભારતના સપનાને સાકાર કરવા મહિલાઓ સહભાગી બને : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વિકસિત ભારતના સપનાને સાકાર કરવા મહિલાઓ સહભાગી બને : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કચ્છ કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ'પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેલસ્પન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશિપ યોજનાની વિદ્યાર્થિનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્યકક્ષાએ કાર્યરત સ્પન સેન્ટરના સખી મંડળની ૧૨૦ બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો . રાજ્ય સરકારના મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતા સખી મંડળની બહેનો કે જે વેલસ્પન કંપની દ્વારા આસપાસના ગામોમાં કાર્યરત સ્પન રોજગાર સેન્ટર સાથે જોડાઈને રોજગારી મેળવી રહી છે, તે સખી મંડળની ૧૨૦ જેટલી બહેનોએ મુખ્યમંત્રી સાથે સંવાદ કરીને કંપનીના સહયોગ તથા પોતાની કળાના માધ્યમથી કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવી રોજગારી મેળવી રહી છે તે અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ ૮૦ વર્ષના સાકરબા ચોહાણ, નયન...
કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન

કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અંજાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ' પ્રોજેક્ટ નું ભૂમિપૂજન અને વેલસ્પન ગ્રૂપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ‌ યોજાયો‌ હતો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્ય કાળ બનાવે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ૨૫ વર્ષના આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે. “યહી સમય હૈ, સહિ સમય હૈ”ના વડાપ્રધાનના વિચારોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદી પછી દેશ માટે જીવી જાણવાનો, ભારતને વિશ્વમાં ઉન્નત રાષ્ટ્ર બનાવવાનો આ સહિ સમય છે. સૌને સ્વચ્છતા-સફાઈ, પર્યા...

વડોદરા જિલ્લામાં રોજગાર તથા વ્યવસાય અંગે માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા                ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી ખાતે રોજગાર અને વ્યવસાય માર્ગદર્શન ને લગતી કામગીરીની સમીક્ષા કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી.           મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓફિસમાં અને ઓફિસ બહાર કરવામાં આવતી વ્યવસાય માર્ગદર્શનને લગતી તમામ યોજનાઓ અને ઓક્ટોબર ૨૪ સુધીમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.           જેમાં ઉમેદવારની ઓનલાઈન નામ નોંધણી, વ્યક્તિગત અને જૂથ માર્ગદર્શન,કાઉન્સેલીંગ, રોજગાર ભરતી મેળો,સ્વરોજગાર શિબિર, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ, અનુબંધમ અને એનસીએસ પોર્ટલ, રોજગાર બજાર માહિતી...
પાદરા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

પાદરા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પાદરા પાદરા તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સાથે ખેડૂત લક્ષી વિવિધ સરકારની સહાય યોજનાઓ વિશે માહિતી પૂરું પાડવાના હેતુ સાથે આજ રોજ પાદરા તાલુકાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે કૃષિ વૈજ્ઞાનિક વી.કે.પટેલના અધ્યક્ષતામાં ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ઓર્ગોનિક કપાસ સંશોધન પટા કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રી વી.કે.પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે પરંતુ પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવાણુનું અતિ મહત્વ હોય છે તે જમીનને ફળદ્રુપ બનાવતા ખેડૂતોના સાચા મિત્રો એવા જીવાણુઓ અને ગરમી,ઠંડી,અતિવૃષ્ટિ અને વાવાઝોડાં જેવા ખતરાથી બચવા માટે આચ્છા...
સયાજી હોસ્પિટલ બની નોધારાનો આધાર

સયાજી હોસ્પિટલ બની નોધારાનો આધાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા            મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ વધુ એકવાર નોંધારાનો આધાર બની છે. અહીં અન્નનળીના કેન્સર માટે પહેલીવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરી - લઘુત્તમ વાઢકાપ શસ્ત્રક્રિયા કરવામાં આવી અને તેનો લાભ સામાન્ય પરિવારના એક મહિલાને વિનામૂલ્યે મળ્યો છે.આયુષ્માન ભારત હેઠળ આ રોગ પીડિતા ને જે સારવાર અહીં વિનામૂલ્યે મળી એના માટે ખાનગી દવાખાનામાં બે થી ત્રણ લાખનો ખર્ચ સામાન્ય રીતે થઈ જતો હોય છે.                નર્મદા જિલ્લાના જીતગઢ ગામની 38 વર્ષીય મહિલાને એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે અન્નનળીના કેન્સર માટે પ્રથમવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરીનો લાભ આપવામાં આવ્યો છે.જનરલ સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોલીના નેતૃત્વમાં ડો. નિમિષ શાહના સર્જીકલ 'સી' યુનિટમાં સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. શિવાંગ શુક્લા દ્વારા આ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું.                SSG હોસ્પિટ...