Monday, September 7News That Matters

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું

ભુજ

આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. કચ્છ જિલ્લાનું પાત્રતા ધરાવતું એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા ધારાસભ્યએ વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરી હતી.

કચ્છના કલેક્ટર અમિત અરોરા અને પીજીવીસીએલના એમ.ડી. શ્રીમતિ પ્રીતિ શર્માએ પોતાની દીકરીને અહીં બૂથ ઉપર પોલિયોના ટીપાં પીવડાવીને ઉપસ્થિત વાલીઓને પોતાનાં બાળકોને જરૂરથી પોલિયોના ટીપાં પીવડાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, આર.સી.એચ.ઓ.  ડૉ. જે.ઓ.ખત્રી સહિત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છના ઉચ્ચ અધિકારીઓએ બાળકોને પોતાના હાથે પોલિયોના બે બૂંદ પીવડાવ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીના માર્ગદર્શન અંતર્ગત રોટરી ક્લબ અને રોટરી વોલ સિટી તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *