હિંમતનગરના નાંખી ખાતે એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો
હિન્દ ટીવી - ગુજરાતી, હિંમતનગર
ભારત સરકારશ્રી દ્વારા આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ અમલી કરાઈ છે. જે ગુણવતાયુકત સેવાઓ દ્વારા આપણને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. માતા મરણ અને બાળમરણ દર નીચે લાવવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત હિંમતનગરના નાંખી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય સલમાબેન અસારીની અધ્યક્ષતામાં અને જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં એનિમિયા, વ્યસનમુકતિ અને એન.સી.ડી અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો.
જિલ્લા પંચાયત સદસ્યશ્રી સલમાબેન અસારીએ હિમતનગરના અંતરિયાળ આદિવાસી તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા આ પ્રકારના જાગ્રુતિ કાર્યક્રમોને આવકારી સ્થાનિક પ્રજાજનોને આરોગ્ય અને અન્ય સરકારિ સેવાઓ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત સગર્ભામાતાઓન...








