હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત
સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હીદ્વારા ભુકંપના કારણે હજીરા સ્થિત ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો.લી. અને ભારત પેટ્રોલિયમ કો.લી.ના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી. IOCL ખાતે સવારે ૮:૦૦ વાગે ૮ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી ૪, ૬ અને ૭ નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું. જેથી ચાર અલગ-અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ (મૂલ્યાંકન) કરવામાં આવ્યું હતું. IOCL ટર્મિનલ ખાતે ૧૨ થી ૧૫ પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્કોમાં ૨૫ હજાર કિલો લિટરથી વધુ પેટ્રોલિયમ સ્ટોરેજ થાય છે. સ્ટોરેજ ટેન્કોમાં પેટ્રોલ, ડીઝલ સહિતના બાયો ડિઝલ જેવા જ્વલંતશીલ પદાર્થ સ્ટોરેજ કરવામાં આવે છે. ૦૮:૪૦ કલાક...






