તા.01 જાન્યુઆરી,2025ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી, રાજ્યમાં કુલ 3.95 લાખ મતદારોનો વધારો
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 1,72,776 પુરૂષ, 2,23,023 લાખ સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,819 મતદારોનો વધારો થયો છે. મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત તા.20 ઑગસ્ટથી તા.18 નવેમ્બર, 2024 દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તા.29 ઑક્ટોબરથી તા.28 નવેમ્બર, 2024 સુધી મતદારયાદીમાં નામમાં સુધારો, કમી અને ઉમેરો કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગત તા.29 ઑક્ટોબર, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,56...


