અકસ્માતે ગેસ લીકેજની ઘટનાનો તાદ્રશ્ય ચિતાર
હિન્દ ટીવી - ગુજરાતી,
ગેસ લીકેજની ઘટનાનો ફાયર ઈમર્જન્સી કૉલ વાગતાં જ સમગ્ર ડિઝાસ્ટર તંત્રએ વિવિધ વિભાગોના સંકલન સાથે ગેસ લીકેજ પર કઈ રીતે કાબૂ મેળવ્યો તેનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.
સૌ પ્રથમ સ્ટેશન ઓપરેટરે એલ-સીએનજી પ્લાન્ટનું નીરિક્ષણ કર્યું હતું. સ્ટેશનનું આઇ.આર.એમ દ્વારા જે એસ.ઓ.પી પ્રમાણે પ્લાન્ટના અલગ અલગ ભાગોનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તમામ યુનિટનું સારી રીતે નીરિક્ષણ કરી અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ નોંધ્યા હતા.
આ દરમિયાન તેમણે હાઈપ્રેશર પમ્પમાં લીકેજ થતું હોવાનું નોંધ્યુ અને સાઈટ ઈન્ચાર્જ અને ઓ એન્ડ એમ એન્જિનિયર્સને જાણ કરી હતી.
સાઈટ ઈન્ચાર્જ અને ઓ એન્ડ એમ એન્જિનિયર્સને ટૂલ કીટ અને ક્રાયોજેનિક સૂટ સાથે ડાઈક એરિયામાં લીકેજને દૂરસ્ત કરવા માટે રવાના થયા હતા.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં સાઇટ ઇન્ચાર્જે સાઈટ ઈન્સિડેન્ટ કંટ્રોલરને જાણ કરી હતી અને લેવલ-૧ ઈમરજન્સી ઘોષિત ક...


