Saturday, September 5News That Matters

Gujarat

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ             વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે મેળવેલા જ્ઞાનને અંત્યોદય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી, રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી, તેમનું જ્ઞાન સમાજ - રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ૩,૯૦,૭૬૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે. કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવ...

ભાવનગરના જવાહર મેદાન ખાતે શનિ અને રવિવારના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર              સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે. આ મિલેટ્સ(શ્રી અન્ન)નો આહારમા વધુ ઉપયોગ થાય અને માનવ તંદુરસ્ત રહે તેવા સુંદર અને શુભ આશયથી લોક જાગૃતિ માટે ગુજરાત સરકારનાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી "મિલેટ મહોત્સવ-૨૦૨૫"નું વિશેષ આયોજન કર્યુ છે. જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડકોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમા મહત્વ અંગેના માર્ગદર્શન સેમિનારની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આ ત્રિવિધ કાર્યક્રમમા સ્વાદ અને સ્વાસ્થ્યનાં અનોખા સંગમની લિજ્જત માણવા માટે મિત્ર-પરિવાર સહ પધારવા ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભર્યુ આમંત્રણ છે. "મિલેટ મહોત્સવ-૨૦૨૫નાં...

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ-માંડવીના વિદ્યાર્થીઓ કરાટેની સ્પર્ધામાં ઝળક્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત           ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ બાળકોને ઉચ્ચ શિક્ષણની સાથે કરાટે સ્વરક્ષણ તાલીમ અ[અપાઈ રહી છે, જેના પરિણામે બાળકો સ્વરક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રમાં પણ આગળ વધી મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે સુરતના લાડવી ખાતે તા. ૧ અને ૨ ફેબ્રુ. દરમિયાન આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંડવીના વિદ્યાર્થીઓ ઉજ્જવળ દેખાવ કરતા કુલ ૪૩ જેટલા મેડલો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.           આ પૈકી ૨૬ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આચાર્યશ્રી અને સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા, રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે એ માટે પ્રોત્સાહિત કરાયા હતા. બાળકોની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર કરાટે કોચ વૈભવભાઈ માહલાએ બાળક...

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર અને સંકલન માટે બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                 રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ફાઈલેરીયા રોગ નિર્મૂલન ૨૦૨૭ અંતર્ગત માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર માટે આંતર માળખાકીય સંકલન માટે આજરોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપી તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી કેટલાંક સૂચનો આપ્યા હતા.           સરકારના સમયાંતરે આવતી વિવિધ રસીકરણ ઝૂંબેશમાંથી કોઈ નાગરિક બાકાત ન રહી જાય તેની પુરતી તકેદારી રાખવા ઉપર ભાર મૂક્યો હતો. હાથીપગા નિર્મુલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અભિયાનના સ્વરૂપે કામગીરી કરવા અનુરોધ કર્યા હતો. હાથીપગા નિર્મુલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આરોગ્ય વિભાગની સાથે અન્ય સંલગ્ન વિભાગોએ પોતાને હસ્તકની કામગીરી કરી જરૂરી પગલાં...

વલસાડમાં કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ               વલસાડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫નું તા.૦૩ અને ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સંસ્કાર કેન્દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.              કાર્યક્રમને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલામાં મહાકુંભમાં છ ભાગમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય, સાહિત્ય અને કલા વિભાગ ક્ષેત્રે ત્રણ વયજુથમાં કુલ ૨૩ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમ...

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના NSS વિભાગ દ્વારા ૭ દિવસીય ખાસ શિબીરનો ઉદધાટન સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. (NSS ) વિભાગ દ્વારા તારીખ ૩ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન પ્રાથમિક શાળા રંભાસ તા.વઘઈ ખાતે કરવામાં આવેલ છે. માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો.              આ પ્રસંગે મંગળભાઇ ગાવિતે એન.એસ.એસ વિભાગનું મહત્વ સમજાવી શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને એન.એસ.એસ.ની તાલીમ મેળવી કઇ રીતના સમાજ સેવા કરી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. રંભાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સ્મિતાબેન ચૌધરી વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનનો ખ્યાલ આપી, ગામમાં એન.એસ.એસ. દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ કરી લોકોને વિવિધ વિષયો બાબતે જાગૃત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું...
ડાંગ કલેક્ટર મહેશ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને અપાયુ બદલી વિદાયમાન

ડાંગ કલેક્ટર મહેશ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને અપાયુ બદલી વિદાયમાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ રાજ્ય સરકારે તાજેતરમા જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમા કરેલી બદલી અને બઢતીના કારણે ડાંગમાંથી, વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ભાવભીનુ વિદાયમાન આપ્યુ હતુ. કલેક્ટર મહેશ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન, સૌ અધિકારી પદાધિકારીઓના સુમેળભર્યા સંકલન સાથે, જિલ્લાના કાર્યોને ગતિ પ્રદાન કરી હતી. સાથે જ વિજળી, નાણાં અને પાણી બચાવવા સાથે, કચેરીના રિસોર્સનો બહેતર ઉપયોગ કરી પ્રજાહિત માટે કઇ રીતે વધુ સારુ કાર્ય કરી શકાય તે માટે વિષેશ ધ્યાન આપ્યુ હતુ. જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ માટેનો રાષ્ટ્રીય સ્તરનો ‘ભૂમિ એવોર્ડ’ મળવા પામ્યો હતો. જ્યારે કૃષિ ક્ષેત્રે પ્રશંસનિય કામગીરી માટે ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ અને ડાં...
કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત

કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત

Gujarat
હિન ટીવી - ગુજરાતી, ડાંગ        ડાંગ જિલ્લા વિકાસ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ તબીબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૧/૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ગાઢવીમાં સમાવિષ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર કોટબામાં એન.એચ.આર.સી દિલ્હીની ટીમ દ્વારા એનક્યુએએસ એસસેસમેન્ટ કરાયું હતું. જેમાં ૯૩.૧૯% સ્કોર સાથે કોટબા આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું સર્ટિફિકેટ (National quality assurance standards, NQAS) એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કુલ ૪ આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં છે.                 જેમાં કોશમકુવા વલસાડ ૯૨.૫૮% સ્કોર, કોટબા ડાંગ ૯૩.૧૯% સ્કોર, મોરડીયા ગીર સોમનાથ ૮૮.૯૨% સ્કોર, અને પાલડી ખેડા ૮૮.૪૧% સ્કોર સાથે નક્કી કુલ ૬ માપદંડોની ચકાસણી કરી સ્કોર આપવામાં આવ્યાં હતા. જેમાં ગુજ...
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા                   નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દેડિયાપાડા કોલેજના IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે તા. 3/02/2025ને સોમવારના રોજ “આદિવાસી : સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાના કુલપતિ ડૉ. મધુકર પાડવી દ્વારા વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે પ્રખર સંપાદક-સંશોધક અને સર્જક એવા ડૉ. ભગવાનદાસ પટેલે “આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનના પડકારો” વિષય પર ચિંતનલક્ષી વક્તવ્ય આપ્યું હતું. સેમિનારના પ્રથમ સત્રમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ઈતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. અરુણ વાઘેલાએ “ભારતના આદિવાસી...

કેન્દ્ર સરકાર દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

Gujarat
હિન ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ               ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. વેરાવળ તાલુકાના છેવાડાના ગામોમાં આરોગ્ય સેવા આપતા વાવડી(આદ્રી)ને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાવડી(આદ્રી)ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ...