Friday, September 4News That Matters

Gujarat

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલેગામ ખાતે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલેગામ ખાતે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ    ગિરિમથક સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, ગિરિમથકની તળેટીમાં આવેલા માલેગામ ખાતે સરપંચના ઘરે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો હતો. ખૂબ જ સાદગી અને સરળતા સાથે ગ્રામીણ પરિવારના ઘરે એક આમ આદમીની જેમ શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરીને નાયબ મુખ્યમંત્રી એ તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત વેળા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ.જયરામ ગામીત, ધારાસભ્ય સ્થાનિક પદાધિકારીઓ સહિત કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક સુ પૂજા યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા....
કરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો

કરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો

Gujarat, Sports
હિન્દ ટીવી - ગુજરાતી, અમરેલી       રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આયોજિત '૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા' અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં ઉપસ્થિત રહી સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો. રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ આત્મવિશ્વાસ, શિસ્ત અને સશક્તિકરણનો મજબૂત આધાર છે. ...
‘સંકલ્પ વિદ્યોદય’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વધુ ૧૪ સ્માર્ટ સ્કૂલ બનશે

‘સંકલ્પ વિદ્યોદય’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વધુ ૧૪ સ્માર્ટ સ્કૂલ બનશે

Gujarat
"શિક્ષણનો સંકલ્પ… વિદ્યાનો ઉદય… સંકલ્પ વિદ્યોદય." હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર      પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈનના નૈતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા કલકેટરના અધ્યક્ષસ્થાને “સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદ જિલ્લા સેવા સદન વીસી હોલ ખાતે યોજાય હતી.  “સંકલ્પ વિદ્યોદય”ની પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકચર ગાર્ગી જૈનને જણાવ્યું હતું કે, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના આધારે જિલ્લામાં પૂરતી સુવિધાઓના અભાવે ચાલતી ૧૪ શાળાઓને “સંકલ્પ વિદ્યોદય” સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની કામગીરી પણ ઝડપથી શરૂ કરી દેવાઈ છે. તાલુકાવાર મંજૂર થયેલી સ્માર્ટ સ્કૂલોની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે,નસવાડી તાલુકો- ૨ શાળાઓ, કવાંટ તા...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વિકાસ પરંપરા’ને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર      ગુજરાત સરકારે પાટનગર બહાર રાષ્ટ્રીય-રાજ્ય પર્વોના આયોજક જિલ્લાની વિકાસ ગ્રાન્ટ બમણી કરી; હવે જે જિલ્લામાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે; ત્યાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નવી નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ ₹10 કરોડથી 15 કરોડ સુધીની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્ય અને રાષ્ટ્રીય પર્વોને માત્ર ઔપચારિક સમારોહ ન બનાવીને તેમને સ્થાનિક વિકાસ અને જનભાગીદારીની તકો તરીકે સ્થાપિત કરે છે. જે જિલ્લામાં રાજ્યકક્ષાનું આયોજન થાય છે, ત્યાં પર્વની ગરિમા સાથે વિકાસ કાર્યોને પણ નવી ગતિ મળે છે....
લીમખેડા તાલુકાની મોડલ સ્કૂલમાં RBSK ટીમ દ્વારા 57 વિદ્યાર્થીઓની આંખોની તપાસ

લીમખેડા તાલુકાની મોડલ સ્કૂલમાં RBSK ટીમ દ્વારા 57 વિદ્યાર્થીઓની આંખોની તપાસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ    મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી. એમ. મછારના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ નીનામા ખાખરીયા દ્વારા લીમખેડા તાલુકાની મોડલ સ્કૂલ ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે આંખોની તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક સ્ક્રીનિંગ દરમિયાન કુલ 57 વિદ્યાર્થીઓમાં વાંચવા તેમજ દૂરનું જોવામાં તકલીફ જણાઈ હતી. ત્યારબાદ ઓપથેલમિક આસિસ્ટન્ટ સોનાલીબેન કટારા દ્વારા વિદ્યાર્થીઓની આંખોના નંબરની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વિગતવાર તપાસ દરમિયાન કુલ 22 વિદ્યાર્થીઓને આંખોના નંબર હોવાનું નિદાન થયું હતું. આ તમામ વિદ્યાર્થીઓને સમયસર દ્રષ્ટિ સુધારણા મળી રહે તે માટે ચશ્માં તૈયાર કરાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)નો મુખ્ય હેતુ બાળકોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું વહેલું નિદાન કરી યોગ્...
છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી

છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી

Gujarat
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ-૨૦૨૬  હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”ની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લામાં “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”ની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈન દ્વારા “કસોટા પુનર્જીવન પ્રકલ્પ”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  કલેકટર ગાર્ગી જૈનને “ગૌરવથી ગંતવ્ય સુધી” અભિયાનના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કસોટા એ માત્ર એક હાથશાળનું કાપડ નથી, પરંતુ તે છોટાઉદેપુરની આગવી ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક વણકરોની અદભૂત કળાનું જીવંત પ્રતિક છે. આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ આપણી આ અમૂલ્ય પરંપરાને માત્ર સાચવવાનો જ નથી, પરંતુ નવા યુગ સાથે તાલ મિલાવીને વિશ્વસ્તરે તેની એક આગવી ઓળખ ઉભી કરવાનો છે. કસોટાની આ વિરાસતને અકબંધ રાખવા માટે જિલ્લા વહીવ...

ધાનપુર તાલુકામાં લીમડી મેન્દ્રી–લીમડીયા આંગણવાડી કેન્દ્ર રોડનું સપાટી સુધારણા અને રિસર્ફેસિંગ કાર્ય પૂર્ણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ધાનપુર  દાહોદ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.  આ અંતર્ગત ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રીથી લીમડીયા આંગણવાડી કેન્દ્ર રોડ પર સપાટી સુધારણા તેમજ રિસર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી એમ.એમ.જી.એસ.વાય. (MMGSY) વર્ષ 2023-24 હેઠળ હાથ ધરવામાં આવી હતી. માર્ગના નવીનીકરણથી સ્થાનિક ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને ઝડપી અવરજવર સુલભ બનશે.  ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ માર્ગ વધુ સુવિધાજનક સાબિત થશે....

Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા 2026 – બીજો તબક્કો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા  શું તમે વડનગરના આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો? પ્રથમ સપ્તાહમાં 'અનંત અનાદિ વડનગર' થીમ પરની રીલ કોમ્પિટિશન પૂર્ણ થતા દ્વિતીય સપ્તાહની રીલ કોમ્પિટિશન શરૂ.... આ સપ્તાહની થીમ: Shravanotsav@Vadnagar - 📱 રીલ બનાવો - 📲 Instagram અથવા YouTube પર Public પોસ્ટ કરો - તેની લિંક MyGov Gujarat પર સબમિટ કરો આકર્ષક રોકડ ઇનામો! પ્રથમ: ₹31,000 દ્વિતીય: ₹21,000 તૃતીય: ₹11,000 સ્પર્ધા: 06 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2026 સરકારી અધિકારી અને કર્મચારી પણ ભાગ લઈ શકશે આજે જ ભાગ લો:...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, અમદાવાદ     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. છેલ્લા 6 મહિનામાં લેવામાં આવેલા 218 પનીરના નમૂનાઓમાંથી 57 સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેમાં 23 નમૂનાઓમાં એનાલોગ પનીર મળી આવ્યું છે. હવે ગુજરાત સરકારના પ્રતિબંધને અનુસરી શહેરભરમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, હોલસેલરો, હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે FSSAI અને GPMC Act હેઠળ યુનિટ સીલ કરવા, લાઇસન્સ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે....
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર       જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 'સમરસ વિદ્યા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણથી વંચિત રહેલા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, શિક્ષકો, અધિકારીઓ અને નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમને સંબોધતા રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનોના પરિણામે દરેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર સુનિશ્ચિત કરવાની દિશામાં નોંધપાત્ર સફળતા મળી છે. તેમણે જણાવ્યું હતું કે બાલવાટિ...