ભાવનગર જીલ્લામાં રહેતા દિવ્યાંગ ખેલાડી માટે સ્પે.ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનાં ઉપક્રમે ભાવનગર જીલ્લામાં વસતા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, બ્લાઈન્ડ, ડેફ તથા સેરેબલ પાલ્સી એમ પાંચ કેટેગરીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ઓ.એચ.(ડેફ)ને એથ્લેટીક્સ તા.૨૦/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, ઓ.એચ. ક્રિકેટને તા.૨૨/૦૪/૨૦૨૨ નાં રોજ પોલીસ પેડક ગ્રાઉન્ડ, યુનિવર્સીટી, ભાવનગર ખાતે, એમ.આર. એથ્લેટીક્સ તા.૨૫/૦૪/૨૦૨૨ નાં રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે, માનસિક ક્ષતિગ્રસ્ત વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, બોચી તા.૨૬/૦૪/૨૦૨૨ નાં રોજ મહારાજા કૃષ્ણકુમારર્સિંહજી ભાવનગર યુનિવર્સીટી ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે તથા બ્લાઈન્ડ ક્રિકેટ, એથ્લેટીક્સ તા.૨૭/૦૪/૨૦૨૨...







