ગ્રામ વિકાસ ટ્રસ્ટ ધ્વારા આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત- ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરા
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ
ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારની આરોગ્યની સુવિધાઓમાં મદદરૂપ થવા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશભાઇ કાસોન્દ્રા ધ્વારા છેવાડાના ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલિક સેવાઓ મળી રહે એ માટે રુા.૧૮ લાખની કિંમતની એમ્બ્યુલન્સ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત- ભરૂચને અર્પણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીને ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ગ્રામ વિકાસ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી છેવાડાના ગ્રામજનોની આરોગ્યની સુવિધાઓ માટે એમ્બ્યુલન્સ ધણી ઉપયોગી નિવડશે તેમ જણા...





