Saturday, September 5News That Matters

Gujarat

મિલેટ મહોત્સવ : “ધરતીનું સોનું મિલેટ અપનાવો, સ્વસ્થ જીવન મેળવો”

Gujarat
નવસારી નવસારી મહાનગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે . નવસારીના ઇટાવાળા રોડ સ્તિથ બી.આર.પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનને રાજયના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મિલેટ્સ એ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનઃ જાગરણનો આ ઉત્સવ છે. વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ...

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આંગણવાડી તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ તાલીમ યોજાઈ

Gujarat
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘટક ૧, ૨ અને ૩માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે ૧૦૦ આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સી.ડી.પી.ઓ. શ્રીના માર્ગદર્શન હેઠળ બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક ૧ માં પારગી રોશનીબેન, ઘટક ૨ માં મોરી વિભૂતિબેન અને ઘટક ૩ માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોષણ યુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ૩ થી ૬ વર્ષના બાળકો તેમજ પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સોમવાર થી શનિવાર સુધીના મેનુ મુજબ સવારના ગરમ નાસ્તા માટે સુખડી, શીરો, પુલાવ અને મુઠીયા જેવી વાનગીઓ બનાવવાની રીત સમજાવવામાં આવી હતી. ઉપરાંત બપોરના ગરમ ભોજન માટે દાળ-ભાત, મગના થેપલા, ચણા પરાઠા તેમજ શાક સાથે પોષણ સુધા મેનૂમાંથી વિશેષ વાનગીઓ તૈયાર કરવાની...

તા. 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ; ચકલીઓના કિલકિલાટને જીવંત રાખતું મહાઅભિયાન ‘વિહંગનો વિસામો’…

Gujarat
અરવલ્લીની ગિરિમાળાઓમાં બામણા ગામમાં 'વિહંગનો વિસામો' અભિયાન 365 દિવસ અવિરતપણે ચાલે છે; 'પક્ષીઓ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ' સૂત્રને સાકાર કરતાં ઈન્દુબેનની સંસ્થા દ્વારા ચાલતા આ અભિયાન હેઠળ 9700થી વધુ માટીના માળા, પક્ષી ઘર, પાણીના કુંડા, ચણપાત્રનું વિતરણ કરાયું છે…

કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદની મુલાકાતે

Gujarat
ભારત સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદ જિલ્લાની મુલાકાતે આવતાં તેમણે પ્રથમ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં પીએમ રાધેગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત મુલાકાત લીધી હતી. જેમાં સંયુક્ત સચિવ નિરાલાએ શાળાના આચાર્યા સાથે ચર્ચા કરીને શાળાની સમગ્રતયા માહિતી મેળવી હતી. એ સાથે કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરીને વર્ગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. ત્યાર બાદ નાની ખજુરી, અંતેલા ખાતે આવેલ પીએમ GLRS સ્કૂલ (ગર્લ્સ લિટરેસી રેસીડેન્સીયલ સ્કૂલ) ની પણ મુલાકાત લઈને શાળાનું નિરીક્ષણ કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ ઉમળકાભેર સચિવનું સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્યાએ શાળાની સમગ્ર માહિતી વિશે માહિતગાર કર્યા હતા. સચિવ, કલેકટર તેમજ પ્રાયોજના વહીવટદારએ શાળામાં આપવામાં અપાતી સુવિધાઓ, ભોજનકક્ષ, મ્યુઝિક રૂમ, લાયબ્રેરી, સાયન્સ લેબ, કોમ્પ્યુટર...
ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને પીએમ શાળાઓના આચાર્યો સાથે યોજાઈ બેઠક

ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને પીએમ શાળાઓના આચાર્યો સાથે યોજાઈ બેઠક

Gujarat
ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલા દાહોદ જિલ્લા પ્રવાસે આવેલ છે ત્યારે આજરોજ સંયુક્ત સચિવ કે.કે.નિરાલાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાની પીએમ શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન સંયુક્ત સચિવ કે.કે.નિરાલા એ જણાવ્યું હતું કે, શિક્ષકો બાળકોમાં ઈનપુટ તરીકે જે કાઈ નાખશે એ આઉટપુટ તરીકે બહાર આવશે. દરેક શિક્ષક પોતાના તરફથી બેસ્ટ પરફોર્મ્સ આપે એ ઇચ્છનીય છે. વિદ્યાર્થીઓ છે તો શિક્ષકો છે. બાળકોના અભ્યાસ અંગેના સર્વાંગી વિકાસ માટે થઈને બનતા તમામ પ્રયત્નો શિક્ષક કરે એ મહત્વનું છે. વધુમાં જણાવ્યું હતું કે, બાળકોમાં અભ્યાસ અંગે રસ-રૂચી આવે તેઓ સામે ચાલીને પ્રશ્નો પૂછતાં થાય એ તરફ કામગીરી કરવાની છે. તમામ...
સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક 

સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક 

Gujarat
સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️ સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷‍♂️ સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026; દેશભરના શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026; દેશભરના શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી,  નર્મદા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ કે જેમાં ડૉમ શેલ્ટર, મોબાઈલ ટોઈલેટ, પીવાના શુદ્ધ પાણી માટે વૉટર સ્ટેશન, મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટનો સમાવેશ. ઉપરાંત, વિશાળ વૉટરપ્રૂફ ડોમ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ; રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો....

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણીની મુદત વધારાઈ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણી સમયગાળો તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી નિયત કરવામાં આવેલ. નોંધણીનો સમયગાળો લંબાવવા બાબતે રજુઆતો મળી હતી. જેથી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થઇ શકે તેમજ ખેડૂતોને લઘુત્તમ ટેકાનો લાભ મળી રહેવા પામે તે હેતુથી દિન-૧૫ એટલે કે તા. ૧૩/૦૩/૨૦૨૬ થી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે....
બિહારમાં ખીલ્યું ગુજરાતનું તેજ: નેશનલ પેરા એથ્લેટિક્સમાં સાબરકાંઠાના બે ખેલાડીઓએ ૩ ગોલ્ડ મેડલ જીતી મેળવી ઐતિહાસિક સિદ્ધિ

બિહારમાં ખીલ્યું ગુજરાતનું તેજ: નેશનલ પેરા એથ્લેટિક્સમાં સાબરકાંઠાના બે ખેલાડીઓએ ૩ ગોલ્ડ મેડલ જીતી મેળવી ઐતિહાસિક સિદ્ધિ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સાબરકાંઠા બિહારના પટના સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૩ થી ૧૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ૨૧મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર સેરેબ્રલ પાલ્સી (CP) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જુદા-જુદા ૧૯ રાજ્યોના ૩૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી કુલ ૪૦ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના બે સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ પોતાની મર્યાદાઓને પુરુષાર્થમાં બદલી કુલ ૩ ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલી ગામના ધર્મ જીગરભાઈ સગરે ૧૨ થી ૧૫ વર્ષની વય મર્યાદાની સબ-જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો. ધર્મે પોતાની અસાધારણ ખેલદિલીનો પરિચય આપતા ગોળા ફેંક અને ભાલા ફેંક એમ બંને રમત સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી બેવડી સફળતા હાંસલ કરી છે. વિજયનગર ત...
સુરતની પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી મહતોએ ૭મી ‘નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૨૬માં મેળવ્યું બ્રોન્ઝ પદક

સુરતની પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી મહતોએ ૭મી ‘નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૨૬માં મેળવ્યું બ્રોન્ઝ પદક

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત સુરતની ૨૨ વર્ષીય પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી અરુણકુમાર મહતોએ હૈદરાબાદમાં તા.૦૬ થી ૧૦ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ૭મી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ-૨૦૨૬માં કાંસ્ય પદક જીતી સુરત શહેર અને દેશનું ગૌરવ વધાર્યું છે. વર્ષ ૨૦૨૫થી જ બેડમિન્ટન ટ્રેનિંગની શરૂઆત કરી માત્ર એક વર્ષનાં ટૂંકા ગાળામાં જ મહેનત, લગન અને દ્રઢ નિશ્ચય દ્વારા અનિશાએ રાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી છે. અનિશાએ માત્ર ૪ વર્ષની નાની વયે એક અકસ્માતમાં પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. પરંતુ આ શારીરિક પડકારને તકમાં ફેરવી તેમણે રમતગમતના ક્ષેત્રમાં વિશેષ સ્થાન મેળવ્યું છે....