શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ત્રિદિવસીય શબ્દશાળા કાર્યશાળાનું સમાપન
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા ભારતીય ભાષા સમિતિ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય શબ્દશાળા કાર્યશાળાના તૃતીય તથા અંતિમ દિવસે ત્રણ વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. જેમાં પ્રશિક્ષણાર્થીઓએ બેંકિંગ-યંત્રો, તેમજ આધુનિક રમતોના શબ્દ નિર્માણ વિશે પ્રશિક્ષણાર્થીઓએ જ્ઞાન મેળવ્યું હતું.
પ્રથમ સત્રના વ્યાખ્યાતા આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યાએ બેંક સંબંધિત શબ્દો જેવા કે લોન, ઇન્વેસ્ટ, ચેક, ફંડ વગેરે શબ્દોનું નિર્માણ સંસ્કૃત માં પાણિનિના સુત્રો દ્વારા સિદ્ધ કેવી રીતે થઈ શકે તેના વિશે માહિતી આપી. બીજા સત્રના વ્યાખ્યાતા સત્યપ્રકાશ દુબેએ આધુનિક યંત્રોનું શબ્દ નિર્માણ અને તેનો શબ્દકોશ રજૂ કર્યો. સુરાઓનું રાષ્ટ્ર સૌરાષ્ટ્ર તથા વિશ્વકોશ, એકાક્ષરકોશ વગેરે જેવા વિભિન્ન શબ્દોકોશની પણ વાત કરી.
કાર્યશાળાના અંતિમ વ્યાખ્યાતા રૂપે ...


